પાટણ શહેરમાં ગજાનંદ જવેલર્સ નામની દુકાનમાંથી ચોર રૂ. 1.80 લાખના દાગીના ચોરી ફરાર થયા
પાટણ શહેરમાં છેલ્લા અઠવાડિયાથી હાર્ડ થીજાવતી ઠંડીનો લાભ તસ્કરો લઈ રહ્યા હોય તેમ ગતરોજ રાત્રિના સમયે પાટણ શહેરના મોતિશા દરવાજા પાસે આવેલી ગજાનંદ જવેલર્સ અને ધ્રુવી કિરાણા સ્ટોર્સ ને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી લાખો રૂપિયાની મત્તા ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
ત્યારે ગજાનંદ જવેલર્સ નામની દુકાનમાંથી ચોર ચાંદીના ઘરેણાં ચોરી ગયા હતા. રૂપિયા 1.80 લાખના દાગીના ચોર ચોરી ગયા હતા. એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી સી.સી.ટી.વી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી.
જોકે ગજાનંદ જ્વેલર્સ ની 100 મીટરની અંદર જ મોતીશા પોલીસ ચોકી આવેલી હોવા છતાં પણ તસ્કરો દુકાનને નિશાન બનાવી પોલીસને ચેલેન્જ કરી રહ્યા હોય તેવું પણ જોવા મળ્યું હતું.