પાટણ SOGએ ધધાણા ગામમાં ગાંજાનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો
સમી પો.સ્ટે.વિસ્તારના ધધાણા ગામમાં બિન અધિકૃત રીતે ગાંજાનો વેચાણ કરતા એક આરોપીને પાટણ એસઓજી પોલીસ ટીમે 14 કીલો 586 ગ્રામ કિ રૂ.1,45,860ના મુદ્દામાલ સાથે પકડી પાડી NDPS નો કેસ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો અને મન પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા અને આવી પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સારૂ જરૂરી સુચનો અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે સુચના અને માર્ગદર્શન આધારે પાટણ એસઓજી પીઆઈ આર.જી.ઉનાગર નાઓએ જીલ્લામાં કેફી પદાર્થોનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરતા આરોપી બજાણીયા દીનેશાભાઈ ઓખાભાઈ પુંજાભાઈ રહે ધધાણા ડાભીવાસ તા.સમી જી.પાટણ વાળા નાઓને પોતાના રહેણાક મકાનમાથી બીન અધિકૃત રીતે સુકા ગાંજાનો વેચાણ કરતા મુદામાલ સાથે પકડી પાડી NDPS એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા સારૂ આરોપી તથા મુદ્દામાલ સમી પો.સ્ટે સોપવામાં આવેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ