પાટણ શહેરમાં 3 સ્થળે અને વારાહીમાંથી જુગાર રમતાં 17 શકુનિ ઝડપાયા
પાટણ જિલ્લામાં ચાર સ્થળે જુગારની રેડ કરીને પોલીસે 17 શકુનીઓને રોકડ, મોબાઇલ અને રિક્ષા મળી કુલ રૂ.117830 મુદ્દામાલ સાથે ઝડપીપાડી જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો હતો. પાટણ શહેરમાં શુક્રવારે મધ્યરાત્રે પીપળાશેર ચોકમાં ખુલ્લા ઓટલા પર હારજીતનો જુગાર રમતાં 3 શખ્સો રોકડ રૂ.7660 તેમજ બે મોબાઇલ મળી કુલ રૂ.11660ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
જ્યારે પાટણ શહેરમાં સુભાષચોક સુલભ શૌચાલયની પાછળ ખાતે શનિવારે બપોરે જુગાર રમતા 4 શખ્સો રોકડ રૂ.1420 સાથે ઝડપાયા હતા. જ્યારે પાટણ શહેરના રોટરીનગર નેળિયામાં શનિવારે જુગાર રમતા 6 શખ્સો રોકડ રૂ.11980, 5 મોબાઇલ, રિક્ષા (જીજે 24 ડબલ્યુ 0642) મળી કુલ રૂ.69480 સાથે ઝડપાયા હતા. જ્યારે સાંતલપુર તાલુકાના વારાહી ખાતે પડતર જગ્યામાં બાવળ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 શખ્સો રોકડ રૂ.10270, 5 મોબાઈલ મળી કુલ રૂ.35270 સાથે ઝડપી પાડ્યા હતા.
જુગાર રમતાં ઝડપાયેલા 17 જુગારી ના નામ, સરનામું:
પાટણના પીપળાશેર ચોક : ઠાકોર સમીર દિનેશભાઇ , ઠાકોર દિલીપજી બચુજી અને ભીલ મેરૂજી લક્ષ્મણજી રહે.તમામ પાટણ
પાટણના સુભાષચોક : પરમાર અક્ષયકુમાર રમેશભાઇ, શ્રીમાળી રાકેશ પ્રવિણભાઇ, ઠકુલ્લા હેમંતબહાદુર ખડકસિંહ અને ચૌહાણ કનુભાઇ મણિલાલ રહે.તમામ પાટણ
પાટણના રોટરીનગર નેળિયામાં : ઠાકોર બલાજી બાજાજી, રાવળ દશરથભાઇ ભાવાભાઇ, શેખ ઇરસાદ બડામીયા ,ઠાકોર સંજયજી ભુપતજી, ભીલ મનોજભાઇ ભરતભાઇ અને સૈયદ ઇમરાનભાઇ અનવરભાઇ રહે.તમામ પાટણ
વારાહી : ઇમરાનખાન સુમાલજી મલેક રહે.વારાહી, મેમુદખાન હબીબખાન જતમલેક રહે.વારાહી, રણજીતભાઇ વિરજીભાઇ ઠાકોર રહે.કમાલપુર તા.સાંતલપુર અને કાન્તીભાઇ રામાભાઇ ઠાકોર રહે.લોદરા તા.સાંતલપુર