સિદ્ધપુરમાં મહિલા પાસે બિભત્સ માંગણી કરી પતિને મારી નાખવાની ધમકી આપી ભાઈના સાળાએ દુષ્કર્મ આચર્યું
સિદ્ધપુર શહેરમાં પતિને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલાના ભાઈના સાળાએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભોગ બનેલ મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સિદ્ધપુર શહેરમાં રહેતી 34 વર્ષીય પરિણિતાના ભાઈનો સાળો શેખ જહીરભાઈ મજીદભાઈ અવારનવાર મહિલા પાસે બિભત્સ માંગણી કરી શારીરિક અડપલા કરતો હતો. મહિલા સાથે સંબંધ રાખવા બાબતે તેનો પીછો કરી પરિણીતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર મહિલાઓ પર દુષ્કર્મ આચરતો હતો.
આ પણ વાંચો : –
આ અંગે મહિલાએ સઘડી હકીકત પરિવારને જણાવતા પતિ સહિત પરિવારના સભ્યોએ સાથે રાખીને ભોગ બનનાર સિદ્ધપુર પોલીસ મથકે શેખ જહીરભાઈ મજીદભાઈ રહે.સિદ્ધપુર સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. તેના તપાસ અધિકારી પીએસઆઇ પી.એમ.બોડાણાએ જણાવ્યું હતું કે હાલમાં મહિલાનું મેડિકલ ચેકઅપ સહિતની તજવીજ હાથ ધરી આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.