રાધનપુરના મેમદાવાદમાં તળાવમાં ડૂબી જતાં 45 વર્ષીય યુવાનનું મોત
રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામમાં તળાવમાં ડૂબી જતાં 45 વર્ષના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશ કઢાવી હતી.
રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામમાં રાઉમા વલીભાઈ મહંમદભાઈ નામના 45 વર્ષીય યુવાન બે દિવસથી ઘરેથી ગયેલ અને પાછા ફર્યા ના હોવાથી અને મગજની બીમારી હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા હતાં. વલીભાઈ ગામના તળાવમાં ડૂબી ગયાની જાણકારી મળતાં ગુરુવારે પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશને બહાર કાઢીને કાર્યવાહી હાથ ધરી હતી.તળાવના કિનારે ગ્રામજનો ઉમટી પડ્યા હતાં.