ગુજરાત

ગેસ, એસિડિટી અને પેટ ફૂલવાની સમસ્યા દૂર કરવા ઘરેલૂ ઉપચાર

Rate this post

પેટ ફૂલાવું એક સામાન્ય સમસ્યા છે, જે ઘણીવાર ભારે ખોરાક લેવાથી ઉભી થાય છે. જો કે, ઘણીવાર કેટલાંક લોકોને સામાન્ય ખોરાક લીધા બાદ પણ પેટ ફૂલાઇ જવાની ફરિયાદ રહેતી હોય છે.

પેટ ફૂલેલું રહેવાની સ્થિતિ અસહજ હોય છે અને તેના કારણે ઘણીવાર પેટમાં દર્દ પણ રહેતું હોય છે. જો તમારી પણ આ જ ફરિયાદ હોય તો કેટલાંક ઘરેલૂ અને સરળ ઉપાયોથી તેનાથી છૂટકારો મેળવી શકાય છે.

ભોજન ચાવીને ખાવ – હંમેશા ભોજનને વ્યવસ્થિત રીતે શાંતિથી ચાવીને લેવું જોઇએ. આવું કરવાથી પાચન ઝડપી બને અને ભોજનથી પર્યાપ્ત પોષણ મળી રહે છે. જ્યારે ભોજન સારી રીતે પચી જાય છે, તો તેનાથી પેટ ફૂલવાની સમસ્યા નથી રહેતી.

​30 મિનિટ પહેલાં લીંબુ પાણી લીંબુ પાણી પેટ માટે અકસીર ગણાય છે, તમે ભોજનની 30 મિનિટ પહેલાં લીંબુ પાણી પીશો તો તેનાથી પાચન તંત્ર શાંત થશે અને પીએચ લેવલ સંતુલિત રહેશે.

​દહીં અને પુદીના લંચમાં દહીની સાથે પુદીનાના પાન મિક્સ કરીને ખાવ, આ ઉપાયથી પેટમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ સક્રિય થશે અને પાચનશક્તિ મજબૂત બનશે.

​દાળમાં હીંગ ઘણીવાર દાળ ખાવાથી પણ પેટ ફૂલવાની ફરિયાદ રહેતી હોય છે. આનાથી બચવા માટે દાળમાં એક ચપટી હીંગ ચોક્કસથી નાખો. હીંગ ડાયજેસ્ટિવ ફાયરને વધારે છે, જેનાથી ભોજન ઝડપથી પચે છે અને પેટ ફૂલવાની સમસ્યા દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *