પાટણના વડુ ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા સર્જાયો અકસ્માત, એક મહિલાનું નિપજ્યું મોત
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ગામ પાસે બે બાઇકો એક સાથે અથડાતાં એક બાઇક ઉપર સવાર એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે પૈકી એક મહિલાનાં માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો : – પાટણમાં કોરોનામાં બંધ કરાયેલ પાટણથી મહેસાણા પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરાઈ
આ બનાવની મળતી માહિતી મુજબ સરસ્વતી તાલુકાનાં વડિયા ગામે રહેતા વિક્રમજી સોમાજી ઠાકોર (ઉ.વ. 27) તેમનાં બાઇક ઉપર પોતાની પત્ની હેતલબેન સાથે બપોરે 12 વાગે પાટણથી મોટા ગામે જતા હતા, ત્યારે સરસ્વતિના વડુ ગામ પાસે આવતા ડીસા તરફથી એક બાઇક ચાલક એક છકડાને ઓવરટેક કરીને વિક્રમજીનાં બાઇકને સામેથી ટક્કર મારી હતી.
આ પણ વાંચો : – પાટણની સુદામા ચોકડી પાસેથી રૂ. 1.21 લાખના દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો
આ બનાવમાં પતિ-પત્ની વિક્રમજી અને હેતલબેન રોડ પર પડી ગયા હતા. બંનેને ગંભીર ઇજાઓ થઇ હતી. તેઓને 108 માં પાટણની ધારપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં વિક્રમજીને ઓર્થોપેડીક વિભાગમાં દાખલ કરાયા હતા ને પત્ની હેતલબેનને સાંજે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવથી મહિલા હેતલબેનનાં મૃત્યુથી બે બાળકો માતા વિનાના બની ગયા હતા.
- પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ
- પાટણનાં ડેર પાસે કારે ટક્કર મારતાં બાઇક પર સવાર માતા-પુત્રનાં મોત,પતિ ઘાયલ
- ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઇભક્તો
- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
- પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ