ડુંગળીનાં ભાવ રેકૉર્ડ બ્રેક સપાટીએ | Onion Prices Record Break
Onion Prices Record Break : ગોંડલમાં ડુંગળીની ૩૬ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ લાલમાં રૂ.૭૧થી ૩૨૧નાં હતાં. સફેદની ૩૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૧૧થી ૨૨૭નાં હતાં.
મહુવામાં લાલ ડુંગળીની ૪૧ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૪૧નાં હતાં. જ્યારે સફેદમાં ૧૧ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૧૭૧ થી ૨૬૭નાં હતાં.
ડુંગળીનાં ભાવમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. નાશીકની નિકાસ વેપારો ઉપર પણ બજારની નજર રહેલી છે.
ડુંગળી લાલના બજાર ભાવ (02/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 60 | 250 |
મહુવા | 100 | 341 |
ભાવનગર | 110 | 330 |
ગોંડલ | 71 | 321 |
જેતપુર | 101 | 266 |
વિસાવદર | 53 | 201 |
ધોરાજી | 50 | 271 |
અમરેલી | 100 | 300 |
મોરબી | 100 | 300 |
વડોદરા | 100 | 440 |
ડુંગળી સફેદના બજાર ભાવ (03/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
ભાવનગર | 111 | 256 |
મહુવા | 171 | 267 |
ગોંડલ | 111 | 226 |
તળાજા | 142 | 239 |