ગુજરાતપાટણરાધનપુર

રાધનપુર માં સુરભી ગૌશાળા દ્વારા નંદી શાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની આજથી શરૂઆત

Rate this post

શ્રી સુરભી ગૌશાળા રાધનપુરના દિવ્ય મનોરથ નવનિર્મિત નંદી શાળા ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું તારીખ 03-01-2023 થી 09-1-023 સમય બપોરે 2-30 થી 6-30 કલાક સુધી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે

આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી શાસ્ત્રી ભરતભાઇ કે રાજગોર સાંતલપુર વાળા હાલ રહે અમેરીકા ના મુખારવિંદથી સંગીતમય શૈલીમાં ભાગવત કથા નો અમૂલ્ય અણમોલ લ્હાવો પ્રાપ્ત કરવાસમસ્ત સનાતન હિંદુ સમાજ ને સુરભી ગૌશાળા રાધનપુર દ્રારા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવેલ છે તેને લઇને મોટી સંખ્યામાં લોકો પ્રથમ દિવસે ભાગવત કથાનો લાવો લેવા માટે પહોંચ્યા

*ભાગવત કથામાં પોથી યાત્રા નું મહત્વ ખુબજ હોય છે ત્યારે તારીખ 03 જાન્યુઆરી ને મંગળવારે બપોરે 2 -00 કલાકે શાંતિકુંજ સોસાયટીથી પોથી યાત્રા ની અંદર સાધુ સંતો ની ઉપસ્થિતિમાં ધારાસભ્ય અને રાજકીય અગ્રણીઓની હસ્તી ની ઉપસ્થિતિમાં પોથી યાત્રા કાઢવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં બહેનો કળશ સાથે જોડાઈ તથા રાધનપુર શહેર તથા આજુબાજુના ગૌ પ્રેમી, ધર્મ પ્રેમી લોકો હાજર રહેલ ભવ્ય પોથીયાત્રા વાજતે ગાજતે શરણાઇ તથા ઢોલ નગારા ના સૂર સાથે કથા મંડપ માં પહોચી પ્રથમ દિવસ ની કથા નો શુભારંભ થયો

પાવન નગરી રાધનપુર માં શ્રી સુરભી ગૌશાળા તારીખ 17-02-2015 થી પરમ કૃપાળુ પરમાત્મા ની અસીમ કૃપાથી તથા ગૌપ્રેમી ,ધર્મપ્રેમી, સેવાભાવી લોકોના સાથ સહકાર થી ગૌમાતા ની દેવભાવથી સેવા કરવામાં આવે છે

ધર્મ નગરી,ગૌભૂમી રાધનપુર માં નંદી શાળા ના નિર્માણ નો મનોરથ સનાતન હિંદુ સમાજનો હતો જે આપ સૌના સાથ સહકાર થી હવે સાકાર થવા જઈ રહ્યો છે

હિંદુ ધર્મ માં નંદી મહારાજને શિવના નંદીશ્વર અવતાર માનવામાં આવે છે તથા દેવાધિદેવ મહાદેવ નું વાહન નંદી મહારાજ છે તથા શિવ મંદિર માં પ્રથમ પૂજન નંદી મહારાજનનુ કરવામાં આવે છે તથા જે કાંઈ મનોકામના હોય તે નંદી મહારાજના માધ્યમ થકી ભોળાનાથ સુધી પહોંચે છે નંદી મહારાજ સંસાર, ધર્મ તથા પરબ્રહ્મ ની ઉપાસના નું પ્રતિક છે તથા નંદી નો અર્થ સુખ, આનંદ તથા સંતુષ્ટિ થાય છે

વર્તમાન સમયમા ગૌવંશ માટે વિકટ પરિસ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે નંદી મહારાજ ની સુખાકારી માટે રાધનપુર નગર માં શ્રી સુરભી ગૌશાળા રાધનપુર નવનિર્મિત નંદી શાળા બનાવવા તરફ આપ સૌના સાથ સહકાર થી આગળ વધી રહેલ છે તથા નવનિર્મિત નંદી શાળા ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે, આંતરાષ્ટ્રીય કથાકાર શ્રી શાસ્ત્રી ભરતભાઇ કે. રાજગોર, સાંતલપુર વાળા હાલ રહે અમેરીકા ના મુખારવિંદથી શ્રીમદ્ ભાગવત કથા નું રસપાન કરાવવા માં આવશે તથા નવીન નંદી શાળા ના લાભાર્થે ભવ્ય લોક ડાયરા નુ આયોજન કિર્તીદાન ગઢવી ,અલ્પા પટેલ, નિલેશદાન ગઢવી, દશરથદાન ગઢવી જેવા ખ્યાતનામ કલાકારો દ્વારા તારીખ 07 જાન્યુઆરી રવીવાર રાત્રે 09-00 કલાકે રાખવામાં આવેલ છે

નંદી શાળા ના નિર્માણ ના હેતુ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં માં સમગ્ર હિંદુ સનાતન ધર્મના લોકો દ્રારા ઉદાર હાથે સહયોગ બદલ સુરભી ગૌશાળા પરિવારે સૌનો હ્રદય પૂર્વક આભાર માનેલ છેરાધનપુર ખાતે ભવ્ય ભાગવત કથાનું આજથી શરૂઆત થઈ રાધનપુર અને રાધનપુર આજુબાજુ નંદી એટલે કે આખલાઓની રાધનપુર ગૌશાળા ખાતે રાખવામાં આવશે તેના માટે ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે

ધારાસભ્ય મન મૂકીને નાચ્યા: રાધનપુરમાં યોજાયેલી શોભાયાત્રામાં લવિંગજી લોકોની સાથે ઝૂમી ઉઠ્યા

 


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *