પાટણ: રાધનપુર જીઆઇડીસીમાં કોલસાના વેપારી સાથે ચીટીંગ થતાં રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ
પાટણ જિલ્લાના રાધનપુર જીઆઇડીસી ખાતે કોલસાનો વેપાર કરતા રમેશભાઈ મૂળજીભાઈ ગોકલાણી સાથે ચીટિંગ થતાં રાધનપુર પોલીસ મથકે લેખીતમાં ફરિયાદ નોધાઈ છે. મળતી માહિતી અનુસાર મહેસાણાના ત્રણ વેપારીઓ દ્વારા કોલસાની બે ટ્રકો ભરી જઈ ખોટા ચેક આપી ખાતામાં પૈસા ના હોય તેવા ચેકો આપી ચીટીંગ કરતા રમેશભાઈ દ્વારા રાધનપુર પોલીસને લેખિતમાં ત્રણ લોકો વિરૂદ્ધ ફરિયાદ આપવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર વેપારી એ જણાવ્યું હતું કે કપટ પૂર્વક વર્તન તેમજ ધમકીઓ પરિવારજનો ને મળી છે. તેમજ મહેસાણા, ઊંઝા વિસ્તાર નાં ઈસમો હોવાનો દાવો કર્યો છે તેમજ પરીવાર ને નુકશાન પહોંચાડવાની ધમકી આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
રાધનપુરના વેપારીનું ચીટીંગ કરનાર ત્રણ શખ્સો વિરોધ લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે. જેમાં મહેસાણાના પટેલ અશોકભાઈ ગાંડાલાલ અને પટેલ ધવલ જીતેન્દ્રકુમાર અને અન્ય એક ઈસમ મળી ચીટીંગ કરી વારંવાર જુઠા વાયદા આપી ખોટા ચેકો આપી પૈસા ના આપતા હોય ઉપરથી મારી નાખવાની ધમકી આપતા તેને લઈને તેમના વિરુદ્ધ ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રાધનપુરના કોલસા ના વેપારી રમેશભાઈ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે તેના આધારે રાધનપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી કાયદેસર ની કાર્યવાહી કરવા રાધનપુર પોલીસે ચક્રોગતીમાન કર્યાની રાવ સામે આવી છે.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ