કેનેડામાંથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરતાં મહેસાણાના ચૌધરી પરિવારનાં પતિ-પત્ની, પુત્ર અને પુત્રી નાં મોત
કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે નદી પાર કરીને ઘૂસણખોરી કરનારા 8 લોકોના મોતના સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા. કાદવમાંથી 8 લોકોના મૃતદેહ મળ્યો હતા. ત્યારે તેમાંથી ચાર ગુજરાતીઓ હોવાનું ખૂલ્યું છે. મહેસાણાના વિજાપુરના ડાભલા માણેકપુર ગામના ચાર ગુજરાતીઓ અમેરિકા જતા મોતને ભેટ્યા છે. અમેરિકા જવાની લાલચે કુલ 8 યુવાનોના બોર્ડર પાર કરતા સમયે કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે, જેમા ચાર ગુજરાતીઓ સામેલ હતા.. આ તમામ લોકો કેનેડાથી ગેરકાયદેસર રીતે નાની હોડીમાં સવાર થઈને અમેરિકા જઈ રહ્યા હતા. પરંતું વાતાવરણ ખરાબ હોવાથી હોડી ડૂબી ગઈ હતી, બાદમાં કાદવમાં તમામ લોકોના મૃતદેહો મળી આવ્યા છે.
અમેરિકાના મોહમાં મોતના રસ્તે જતા પરિવારોની સંખ્યા વધી રહી છે. ફરી એકવાર ગુજરાતીઓની અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી સામે આવી છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં એક પરિવારે જીવ ગુમાવ્યો છે. કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી હતી. ખરાબ હવામાનના કારણે બોટ પલટી થતાં 8 લોકોના મોત થયા છે. 4 ભારતીય સહિત કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં મહેસાણાના વીજાપુરમાં વસવાટ કરતું દંપતી પણ હતું.
રાધનપુર-ભાભર હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, કારના આગળના ભાગનો કુચ્ચો બોલી ગયો
ગુજરાતીઓની વિદેશ જવાની જીદ જીવલેણ સાબિત થઈ રહી છે. અમેરિકા-કેનેડાની બોર્ડર પર 4 ગુજરાતીઓના મૃત્યુ થયા છે. મહેસાણા જિલ્લાના 4 લોકોને વિદેશ જવાની જીદ મૃત્યુ તરફ લઈ ગઈ. વિજાપુરના ડાભલા માણેકપુર ગામના 4 લોકો મોતને ભેટ્યા છે. મૃતકોમાં વીજાપુરના પતિ-પત્ની અને બે બાળકો હતા.
માણેકપુરામાં શોકનો માહોલ
વિજાપુર તાલુકા ડાભલાના માણેકપુરા ગામના ચાર લોકોનો નાનકડો ચૌધરી પરિવાર એમેરિકા જવા નીકળ્યો હતો. ચૌધરી પરિવારના ચાર સભ્યો બે મહિના પહેલાં કેનેડા પહોંચ્યા હતા. જ્યાંથી ગેરકાયદેસર અમેરિકામા ઘુસણખોરી કરતાં હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઇ (પતિ), પત્નિ દક્ષાબેન પ્રવીણભાઈ ચૌધરી, પુત્ર મિત કુમાર પ્રવીણભાઇ ચૌધરી અને પુત્રી વિધીબેન પ્રવીણભાઈ ચૌધરી કેનેડા ગયા હતા. જેમાં પિતા પુત્ર અને પુત્રીનુ મોત થયા હોવાનું જાણવામળ્યું છે. તો પત્ની હજુ લાપતા છે. આ ઘટનાને પગલે માણેકપુરા ગામમાં શોકનો માહોલ છવાયો.
મૃતકો ના નામ:
ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઇ (પતિ), ઉંમર 50 વર્ષ
દક્ષાબેન પ્રવીણભાઈ ચૌધરી (પત્ની), ઉંમર 45 વર્ષ
મિત કુમાર પ્રવીણભાઇ ચૌધરી (પુત્ર), ઉમર 23 વર્ષ
વિધીબેન પ્રવીણભાઈ ચૌધરી (પુત્રી), ઉમર 20 વર્ષ
- પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ
- પાટણનાં ડેર પાસે કારે ટક્કર મારતાં બાઇક પર સવાર માતા-પુત્રનાં મોત,પતિ ઘાયલ
- ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઇભક્તો
- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
- પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ