ગુજરાતપાટણપાટણ શહેર

પાટણની એક સોસાયટીમાં રમતા રમતા બાળક ભોંયરામાં પડ્યો, બે બાળકનો બચાવ

Rate this post

પાટણ શહેરની શ્રી કુમારપાળ સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં ભોંયરા બનાવવામાં આવ્યા છે, જે જર્જરિત બનતા તૂટી ગયા છે. જેના કારણે સોસાયટીના બાળકો રમતા રમતા પડી ગયા હતા. જેમાથી એક બાળક ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પાટણ શહેરના નવાગંજ માર્કેટયાડ ના બીજા ગેટ સામે આવેલ શ્રી કુમારપાળ સોસાયટીમાં વર્ષો પહેલા બનાવેલા ખુલ્લા પ્લોટના ભોંયરા તૂટીને પડી ગયા છે. તો બીજા કેટલાક ભોંયરા પડવાની તૈયારીમાં છે. આ ભોંયરામાં પ્રાણીઓ તેમજ નાના બાળકો પણ અકસ્માતનો ભોગ બને છે. સોસાયટીમાં રહેતા પ્રતીક ભાઈ પટેલનો પુત્ર આરવ બીજા મિત્રો સાથે અહીંયા રમતા રમતા આ ભોંયરામાં પડતા ઇજાઓ થઈ હતી. તો બીજા બે બાળકોનો બચાવ થયો હતો.

પાટણ: સમી માં નજીવી બાબતે પડોશીઓ વચ્ચે બબાલ, એકબીજાને ગડદા પાટુ નો માર માર્યો

ત્યારે કોઈ મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ થશે આ બાબતે શાહ વિક્રમભાઈએ અગાઉ પણ લેખિત રજૂઆત પાલિકા પ્રમુખ અને સોસાયટીના પ્રમુખને કરી હતી. જોકે, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. સોસાયટીના રહીશ પ્રતીક પટેલે જણાવ્યું હતું કે, બાળક રમતા રમતા ખુલ્લા ભોંયરામાં પડતા ઈજાગ્રસ્ત બન્યો છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બીજા બે બાળકોનો બચાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *