પાટણ: સમી માં પશુઓ દૂર લઈ જવાનું કહેતાં માતા-પુત્ર ઉપર લાકડી વડે થયો હુમલો
પાટણ જિલ્લાના સમી તાલુકાના અનવરપુરા ગામની સીમમાં આવેલા ખેતરના સેઢા પર પશુ ચરાવવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ મા-દીકરા પર લાકડીથી હુમલો કરી ગદડાપાટુનો માર મારતા ત્રણેય સામે ફરિયાદ નોંધાઈ છે.
આ બાબતે મળતી માહિતી મુજબ સમી તાલુકાના નાનીચંદુર ખાતે રહેતા ગલીબેન લાલાભાઈ ઠાકોર તથા તેમના બે દીકરા ભરતભાઈ લાલાભાઈ ઠાકોર તથા કેતનભાઈ લાલાભાઈ ઠાકોર ત્રણેય લોકો કોડધા ગામના શંકરભાઈ ભરવાડના અનવરપુરા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કરતા હતા. તે સમયે કોડધા ગામના કાળુભાઈ અમરાભાઈ ભરવાડ પશુઓ લઈ શંકરભાઈના ખેતરના સેઢા પર લાવતાં ભરતભાઈએ જણાવેલ કે તમારા પશુઓ અહીંયાંથી લઈ લો. આથી કાળુભાઈ એકદમ ઉશ્કેરાઈ લાકડી વડે ભરતભાઈના હાથના ભાગે અને ગલીબેનના માથામાં હુમલો કર્યો હતો.
પાટણ: સમી માં નજીવી બાબતે પડોશીઓ વચ્ચે બબાલ, એકબીજાને ગડદા પાટુ નો માર માર્યો
ત્યારે મહિલાને તાત્કાલીક સારવાર માટે ખસેડાઈ હતી. ત્રણેય લોકોએ ભેગા મળી મારી નાંખવાની ધમકી આપતાં આ મામલે કાળુભાઈ અમરાભાઈ ભરવાડ, જહારામભાઈ જામાભાઈ ભરવાડ, સુરાભાઈ રાખડભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવાઈ છે.