પાટણનાં વિસલવાસણા-બાલીસણા વચ્ચે કારે ટક્કર મારતાં સાયકલ સવાર નું નિપજ્યું મોત
પાટણ તાલુકાનાં મોટા રામણદા ગામે રહેતા મોબુજી બબાજી રાજપૂત તા. 2-4-23નાં રોજ સાયકલ પર જતાં હતા ત્યારે ઊંઝાથી પાટણ આવતી એક કારનાં ચાલકે તમેને ટક્કર મારતાં ઇજા પહોંચી હતી. આથી કારનાં ચાલક ઇજાગ્રસ્ત સાયકલ સાવરને પોતાની ગાડીમાં બેસાડીને પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા.
વધુ વાંચો : –
આ પછી ઇજાગ્રસ્તની તબીયત વધારે બગડતાં તેમને મહેસાણાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતાં. અને અકસ્માત સર્જનાર પાટણનાં કાર ચાલક સાથે ઇજાગ્રસ્તનાં પુત્ર અને પરિવાર દ્વારા સમાધાનની વાતચીત ચાલતી હતી. જેથી જે તે વખતે તેમણે કોઇ પોલીસ કાર્યવાહી કરી નહોતી. પરંતુ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મોબુજી (ઉ.વ. 49)નું મૃત્યુ નિપજતાં ગાડીનાં ચાલક સામે મૃતકનાં દિકરા જીગરસિંહે ફરીયાદ નોંધાવી હતી. જ્યારે આ બનાવમાં અકસ્માત સર્જનારા પાટણનાં કારચાલક ઇજાગ્રસ્તને પોતાની કારમાં બેસાડીને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતાં.