પાટણ એલસીબી પોલીસે અઘાર ગામમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં 3 શખ્સોને રૂ.1,65,650 ના મુદ્દામાલ સાથે ઝડપ્યા, 3 ફરાર
પાટણ એલસીબી પોલીસે ipl મેચ ઉપર અઘાર ખાતે શનિવારે રાત્રે ક્રિકેટનો સટ્ટો રમાડતાં હોવાની બાતમી આધારે ત્રણ શખ્સો ઝડપ્યા અને ત્રણ ફરાર થઇ ગયા હતા. આ અંગે સરસ્વતી પોલીસ મથકે છ શખ્સો સામે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.
પાટણ તાલુકાના અઘાર ગામની સીમમાં આવેલ બનાવેલા મકાનમાં ટીવી મારફતે ત્રણ શખ્સો ક્રિકેટ મેચ ના સટ્ટા રમાડતા હોય બાતમી આધારે શનિવારે રાત્રે પાટણ એલસીબી ટીમ રેડ કરી હતી આ રેડ દરમિયાન લાઈવ પ્રસારણ રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપિટલ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી હતી આ દરમિયાન મોબાઈલ ફોન ઉપર ક્રિકેટ નો સટ્ટો લખાવવા માટે અવારનવાર ફોન ચાલુ ને ચાલુ હતા તેવી હાલતમાં પરમાર જીગ્નેશ કુમાર નગીનભાઈ રહે.ભોયણ, પઢિયાર માળી હરેશકુમાર ચેલાભાઈ રહે.ડીસા અને પરમાર ઠાકોર સનીકુમાર અર્જુનભાઈ રહે.ડીસાને 8 મોબાઈલ કિંમત રૂ. 1,52,000 તેમજ એક સેટઅપ બોક્સ સાથે ટીવી જેની કિંમત રૂ.10,000 અને રોકડ રૂ.3650 મળી કુલ રૂ.1,65,650 સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો : –
સિદ્ધપુરમાં મહિલા પાસે બિભત્સ માંગણી કરી પતિને મારી નાખવાની ધમકી આપી ભાઈના સાળાએ દુષ્કર્મ આચર્યું
તેઓની પૂછપરછ કરતા આ ગુનામાં સંકળાયેલા ઠાકોર વિક્રમજી બચુજી રહે. અઘાર, ઠક્કર ધવલભાઇ રહે.ડીસા અને ઠાકોર ટીનાજી રહે.ડીસા ત્રણે ફરાર થઈ ગયા હતા. આ અંગે પાટણ એલસીબી પોલીસે સરસ્વતી પોલીસ મથકે છ શખ્સો સામે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ અધિકારી પીએસઆઇ વી.એન.પંડ્યા એ હાથ ધરી હતી.