પાટણના સમીમાં લગ્નના સાટાની બાબતે બે પરિવાર વચ્ચે બબાલ, દીકરા અને માતા ઉપર થયો હુમલો
પાટણ જિલ્લાના સમી તાલુકાના રાફુ ગામે બે પરિવારોમાં લગ્નના સાટા બાબતે ના પાડતાં માથાકુટ થતાં એક પરિવારે બીજા પરિવારની વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમીના રાફુ ગામે લીલાબેન ખીમાભાઈ બારોટની ફરિયાદમાં જણાવ્યા મુજબ દિકરો રાજેશ દવા કરાવી ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે રસ્તામાં તેમના દિયર અલ્પેશભાઈ લખાભાઈ, વિરાભાઈ બારોટ હાથમાં ધોકો લઈ ઉભા હતા. તેમની સાથે દિનેશભાઈ બારોટ તથા નબુબેન બારોટે રાજેશને તે ઉભો રાખી કહેલ કે, તે રાત્રે કેમ ગાળો બોલેલ હતી. ત્યારે લીલાબેન પણ ત્યાંજ ઉભેલ હતા.
જેથી તેમના દિકરાએ કહેલ કે ન મારી દિકરીને પ્રેમાભાઈના સાટામાં લગન કરાવેલ હતા. અને તમારે દિકરીઓ હોવાથી મારા એક દિકરાના સાટામાં આપવા સારુ વાત કરતાં લીલાબેન તથા તેમના દિકરા રાજેશ ને કહેલ કે તમને સાટુ આપવાનું નથી. તેમ કહીને ચારેય લોકો ગાળો બોલવા લાગેલ ત્યારબાદ ધોકા વડે અને ગડદા પાટુનો બંન્ને માં દિકરાને મારવા લાગેલ જેથી બુમાબુમ થતાં અન્ય લોકોએ આવીને છોડાવેલ રાજેશને તેમની માતા લીલાબેનને સમી રેફરલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ લીલાબેને સમી પોલીસ મથકે અલ્પેશભાઈ લખાભાઈ બારોટ, વિરાભાઈ ખોડાભાઈ બારોટ, દિનેશભાઈ ખોડાભાઈ બારોટ, નબુબેન વિરાભાઈ બારોટ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.