પાટણના રેલવે ગરનાળા નજીક બાઈક ચાલકને રખડતા ઢોરે અડફેટે લેતા સર્જાયો અકસ્માત
પાટણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે. રખડતા ઢોરો અવારનવાર જાહેર માર્ગો પર શિંગડા યુદ્ધ કરી લોકોને મુશ્કેલીમાં મૂકતા હોય છે. તો ક્યારેક આવા રખડતા ઢોરો વાહન ચાલકોને અડફેટમાં લઈને ગંભીર ઈજાઓ પહોંચાડતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ શહેરના પ્રથમ રેલવે ગરનાળા નજીક બન્યો છે. જ્યા માર્ગ પરથી પસાર થતા બાઈક ચાલકને રખડતા ઢોરે અડફેટે લીધો હતો જેથી અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી.
આ પણ વાંચો : –
પાટણ-ચાણસ્મા હાઇવે માર્ગ પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા હેવી ટ્રક પલટી મારી ગઈ
પાટણ: રાધનપુર ભીલોટ માગૅ પર અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું મોત, અન્ય એક ગંભીર રીતે ઘાયલ
અકસ્માતમાં રખડતા ઢોરને પણ ઇજાઓ પહોંચી હતી. રખડતા ઢોર સાથે અથડાયેલા બાઈક સવારને આજુબાજુના લોકોએ તાત્કાલિક દોડી આવી સારવાર અર્થે ખસેડયો હતો. પાટણ શહેરના વિવિધ માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે અસહ્ય બન્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આવા રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ