ગુજરાતપાટણ

પાટણ જિલ્લાના સમી હાઈવે માર્ગ પર ટ્રેલર અને બોલેરો પીકઅપ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક યુવાન નું મોત

Rate this post

પાટણ જિલ્લાના રાધનપુર સમી વારાહીના હાઇવે માર્ગ પર અવારનવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે જેમાં લોકોના જીવ જવાના બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે આવો જ વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ સમી હાઇવે માર્ગ પર ટ્રેલર અને બોલેરો પીકઅપ વચ્ચે સર્જાતા રાધનપુરના ઓધવનગરના એક યુવાનનું મોત નીપજ્યું હતું.

આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાધનપુરના ઓધવનગરમાં રહેતા દશરથજી ઠાકોર પોતાની ખેત પેદાશોનું વેચાણ કરવા માટે બોલેરો પીકઅપમાં માલ ભરીને ઊંઝા માર્કેટયાર્ડમાં ગયા હતા. જ્યાં તેઓએ પોતાના ખેતપેદાશ માલનું વેચાણ કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે સમી હાઈવે માર્ગ પરથી આવી રહેલા ટ્રેલર સાથે બોલેરો પીકઅપ અથડાતા કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો અને પીકઅપમાં બેઠેલા દશરથજી ઠાકોરનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પાટણ: ‘તારા પૈસા આપવાનો નથી. તારાથી થાય તે કરી લેજે’ એમ કહી બિલ્ડરના પુત્રએ મહિલાની છેડતી કરી, કોર્ટે 3 વર્ષની કેદ ફટકારી

બનાવવાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ અર્થે સમી આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *