પાટણ: સરસ્વતી તાલુકાના હેમાણીપુરા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
પાટણ સરસ્વતી તાલુકાના હેમાણીપુરા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ અગમ્ય કારણોસર ઝાડ પર દુપટ્ટા વડે લટકી આપઘાત કર્યો હોવાની ઘટના ને પગલે પોલીસે ધટના સ્થળે પહોંચી પ્રેમી પંખીડાની લાશને નીચે ઉતારી પંચનામું કરી પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી હકીકત મુજબ સરસ્વતી તાલુકાના વાણા ગામના 22 વર્ષીય ઠાકોર પ્રકાશજી ચેનાજીને બનાસકાંઠાના સામઢી ગામની 17 વર્ષીય સગીરા સાથે પ્રેમસંબંધ હોય બન્ને પ્રેમી પંખીડાઓએ અગમ્યકારણોસર હેમાણીપુરા ગામની સીમમાં ઝાડ પર સજોડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.
બનાવની જાણ વાગડોદ પોલીસને થતાં પોલીસે ધટના સ્થળે પહોંચી પ્રેમી પંખીડાની લાશને નીચે ઉતારી પંચનામું કરી લાશોને પીએમ માટે ખસેડી હતી. આ મામલે વાગડોદ પીઆઈએ જણાવ્યું હતું કે, આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.