ગુજરાતપાટણપાટણ શહેર

પાટણમાં આનંદ સરોવર નજીક ભરાતાં કાપડ બજારમાં ખરીદી કરવા આવેલી મહિલાનું પર્સ સેરવી ગઠિયો ફરાર

Rate this post

પાટણ શહેરના આનંદ સરોવર નજીક નગરપાલિકાની જગ્યામાં હંગામી ધોરણે શિયાળાની ઋતુમાં ગરમ કાપડનું બજાર ઊભું કરવામાં આવ્યું છે જ્યાં કાપડના બજારમાં દિવસ દરમિયાન હજારો લોકો ગરમ વસ્ત્રોની અને કાપડ ની ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે ભીડનો લાભ લઈને કેટલાક હાથનો કસબ અજમાવનારાઓ પણ અવારનવાર પોતાનો કસબ અજમાવી ખરીદી અર્થે આવતા લોકોના ખિસ્સા હળવા કરતા હોવાના બનાવો પ્રકાશ માં આવી રહ્યા છે.

ત્યારે આવો જ એક કિસ્સો ગુરુવારના રોજ સંખારી ગામની એક મહિલા આ કાપડ બજાર માં કાપડની ખરીદી કરવા માટે આવી હતી ત્યારે ખરીદીના બહાને આવેલા ખિસ્સા કાતરુઓએ સિપતપૂર્વક રીતે મહિલાના પર્સને બ્લેડ વડે ચેકો મારીને પર્સમાં રહેલી રોકડ રકમ રૂ. 2100 સેરવી પલાયન થઈ ગયા હતા જ્યારે આ બાબતે નું ધ્યાન ગરમ વસ્ત્રો ની ખરીદી કરી પૈસા ચુકવવા મહિલાએ પોતાના પસૅ ને ખોલતાં ધ્યાનમાં આવતાં મહિલા વિમાસણમાં મુકાઇ​ ગઈ હતી અને આજુબાજુના લોકોને આ બાબતે અવગત કર્યા હતા. પાટણ શહેરના આનંદ સરોવર નજીક ભરાતા ગરમ કપડાં બજારોનાં વેપારીઓ અને કાપડ બજાર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો આવી ધટનાઓ બનતા અટકે તેમ હોવાનું લોકો ઈચ્છી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *