પાટણ જિલ્લાના રાધનપુર માં જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવાને ઝેરી દવા ગટગટાવી
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લીંબડકા ગામે ઘર પાસેના વાડાના રસ્તા ઉપર કાંટા નાખતા અવરજવરમાં તકલીફ ઊભી થતાં યુવાને કાંટા દૂર કરવા કહેતાં 4 શખ્સો ઉશ્કેરાઈ બે દિવસથી ધાક ધમકીઓ આપતાં યુવાન ટેન્શનમાં આવી રાધનપુરના ભીલોટ ત્રણ રસ્તા નજીક ઉંદર મારવાની દવા ગટગટાવતાં તબિયત લથડી હતી. આઈસીયુ માં દાખલ યુવાનના નિવેદન આધારે રાધનપુર પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ લીમ્બડકા ગામે રહેતા સદાભાઇ વેલાભાઈ હરીજન(ઉ.વ.39) મંગળવારે સાંજે તેમના ઘર આગળ આવેલ વિહાભાઈ ગણેશભાઈ રબારીના વાડાની વાડે કાંટા નાખતા હતા ત્યારે સદાભાઇએ અવરજવર કરવાનો રસ્તો હોય કાંટા હટાવી લેવા કહેતાં વિહાભાઈ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી હતી. બીજા દિવસે બુધવારે સવારે સીમ વિસ્તારમાં સદાભાઈને જોઈને વિહાભાઈ સહિત 4 શખ્સોએ લાકડીઓ લઈ આવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેઓએ બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી તેમના પરિવારના સભ્યો આવતા તેઓ બચી ગયા હતા.
વધુ વાંચો : –
પાટણ-ચાણસ્મા હાઇવે માર્ગ પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા હેવી ટ્રક પલટી મારી ગઈ
પાટણ: રાધનપુર ભીલોટ માગૅ પર અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું મોત, અન્ય એક ગંભીર રીતે ઘાયલ
આ ટેન્શનમાં તેઓ બીકના માર્યા ગુરુવારે સવારે રાધનપુરના ભીલોટ ત્રણ રસ્તા નજીક બાવળની ઝાડીમાં ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી લેતાં તબિયત લથડી હતી. તેઓએ ટેલિફોન મારફતે તેમની દીકરી કંચનને હકીકત જણાવતા સમગ્ર પરિવાર ત્યાં દોડી જઈ રાધનપુર સરકારી દવાખાનામાં ખસેડ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં ખસેડ્યા હતા. તેઓ ભાનમાં આવતા તેમના નિવેદન આધારે રાધનપુર પોલીસ મથકે રબારી વિહાભાઈ ગણેશભાઈ, રબારી વાઘાભાઈ જીવાભાઇ, રબારી જાયમલભાઈ વાઘાભાઈ રહે.તમામ લીંમ્બડકા અને રબારી સરતનભાઈ જેસંગભાઈ રહે.દહીસર સામે ફરિયાદ નોંધી હતી.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ