પાટણના ખાન સરોવરમાં મહિલાએ મોતની છલાંગ લગાવી
પાટણ શહેરનું ખાનસરોવર આત્મહત્યાનું એપી સેન્ટર બની ગયું છે. આત્મહત્યાની વધુ એક ઘટના આજે સવારે પ્રકાશમાં આવી હતી.જેમાં મળતી માહિતી મુજબ, મોદી સમાજની એક આશાસ્પદ યુવતીએ (Dixita Modi)કોઈ અગમ્ય કારણોસર ખાનસરોવરના ધસમસતા પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ત્યારે આ ઘટના અંગેની જાણ લોકોને થતાં લોકો ખાનસરોવર ખાતે દોડી આવ્યા હતા.
હેરમાં આવેલ ખાન સરોવર છેલ્લા ઘણા સમયથી સુસાઇડ પોઇન્ટ બનવા પામ્યું છે. અવાર નવાર લોકો અગમ્યા કારણોસર સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી જીવન ટૂંકાવી રહ્યા છે.
મોદી સમાજની એક આશાસ્પદ યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ખાનસરોવરના ધસમસતા પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મળતી માહિતી મુજબ પાટણ શહેરના છીડીયા દરવાજા બહાર આવેલ દેવનગરી સોસાયટીમાં રહેતા મોદી પરિવારની દિક્ષિતાબેન મોદીએ (Dixita Gheewala) અગમ્ય કારણોસર ખાન સરોવરમાં મોતની છલાંગ લગાવી હતી.