ગુજરાતપાટણ

પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ

5/5 - (1 vote)

Bhagwan Shri Padmanabhaji Mela : પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ના કારતક સુદ ચૌદસ થી રેવડિયા મેળા તરીકે પ્રસિદ્ધ એવા સપ્ત રાત્રી મેળા નો પ્રારંભ થનાર છે. ત્યારે સપ્ત રાત્રી મેળા ને લઈને શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં આવેલા માટી સ્વરૂપે ના વિવિધ દેવી-દેવતાઓ ના ક્યારાઓની સમાર કામગીરી જે તે થડાના હરિભક્તો દ્વારા હાથ ધરવામાં આવી છે.

શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં 33 કરોડ દેવી દેવતાઓ, 56 કોટી યાદવો અને 88,000 ઋષિમુનિઓનો માટીના ક્યારા સ્વરૂપે વાસ હોય અને જે ક્યારાઓ ભગવાન સ્વરૂપે પૂજાતા હોવાના કારણે શ્રી પદ્મનાભ ભગવાન ના રેવડીયા મેળા તરીકે જગ પ્રસિદ્ધ સપ્ત રાત્રી મેળાના પ્રારંભ પૂર્વે દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ હરિભક્તો દ્રારા માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.

અહેવાલ : અનિલ ખત્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *