પાટણહારીજ

પાટણ : હારિજમાં એસટી બસે બાઈક સવાર બે યુવાનોને મારી ટક્કર

Rate this post

હારિજ ખાતે પાલનપુર ડેપોની એસટી બસ હારિજ ડેપોમાં આવીને વળાંક લઈ રહી હતી ત્યારે બે યુવાનો બાજુની હોટલમાંથી ચા લઈ ઓચિંતા પસાર થતાં એસટી બસને અથડાઈ જતા બે યુવાનોને ઇજાઓ થતા સારવાર અર્થે હારિજ રેફરલમાં લઈ જવામાં આવ્યા હતા.

હારિજ બસ સ્ટેન્ડની બહાર હાઇવે પર 18 વર્ષીય અજય લાભુજી ઠાકોર રહે.થરોડ અને 23 વર્ષીય નરસિંહજી કાળાજી ઠાકોર રહે.કઠીવાડા બાઇક (GJ 24 AJ 6857) લઈ હાઇવે પરની હોટલ આગળથી ચા લઈ નીકળતા પાલનપુર ડેપોની એસટી બસ (GJ18 Z 3912) પાલનપુરથી વાયા પાટણથી હારિજ આવી પહોંચેલી અને હાઇવે પરથી બસ સ્ટેન્ડમાં વળાંક લેતાંની સાથે બંને બાઇક સવારોને અથડાઇ જતા બાઇક સવારો નીચે પટકાતાં બંનેને ઇજાઓ થઈ હતી. ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાઈ હતી .બંને યુવાનોને માથામાં ઇજાઓ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *