ગુજરાતપાટણપાટણ શહેર

પાટણ જિલ્લા પંચાયત માં મહેકમની ઘટ સહિત જિલ્લા ના વિકાસ કામો બાબતે વિવિધ મંત્રીઓ સાથે મુલાકાત કરતા ભાનુમતિબેન મકવાણા…

Rate this post

ગુજરાત પ્રદેશ પંચાયત ના સહ કન્વીનર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણાની રજુઆત નો મંત્રીઓ નો હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો..

પાટણ જિલ્લા પંચાયત ના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ મંગળવારે ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર ના વિવિધ વિભાગના મંત્રીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને દરેક મંત્રી સાથે તેઓએ પાટણ જિલ્લા પંચાયત ના મહેકમ લગત તેમજ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામો માટે રજુઆત કરી દરેક મંત્રી ઓને અવગત કરતાં દરેક મંત્રીઓ તરફથી તેઓની રજુઆત બાબતે હકારાત્મક અભિગમ અપનાવી તેમની રજુઆત સંદર્ભે યોગ્ય કામગીરી કરવા હૈયાધારણા આપી હતી.

પાટણ જિલ્લા પંચાયત ના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ ના સહ-કન્વીનર હોઈ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ના વિવિધ કમીટીઓના ચેરમેનો તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના સદસ્યો ની વહીવટી મુશ્કેલી સત્વરે દુર થાય તે માટે તેઓએ હકારાત્મક અભિગમ સાથે ગુજરાત રાજ્યના મંત્રી મંડળમાં સ્થાન મેળવનાર સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા બાળ કલ્યાણ વિભાગ મંત્રી ભાનુબેન બાબરીયા,ઉધોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, પંચાયત મંત્રી બચુભાઈ ખાવડ,શિક્ષણ મંત્રી ડો કુબેરસિંહ ડીડરોલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને રૂબરૂ મળી રજુઆત કરી હતી સાથે સાથે તેઓએ સિધ્ધપુર ના ધારાસભ્ય અને ઉધોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત ની સુચના ના પગલે પાણી પુરવઠા મંત્રી સમક્ષ ઉમરેચા ડેમ ભરવા માટે પણ મંત્રી સમક્ષ રજુઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *