રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2023નો પાટણ જિલ્લામાં શુભારંભ
ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તેમજ માર્ગ સલામતીની વિવિધ કામગીરી અન્વયે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. તા.11.01.2023 થી તા.17.01.2023 દરમિયાન માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. પાટણ જિલ્લામાં પણ તા.11.01.2023 ના રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો આર.ટી.ઓ, પોલીસ, એસ.ટી. વિભાગ તથા ગ્રામજનોની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત લોકોમાં માર્ગ સલામતી અંગે જન જાગૃતિ લાવવાના કાર્યકર્મો કરવામાં આવશે. માર્ગોમાં સુચિત બ્લેક સ્પોટ નિર્ધારીત કરીને તેનું સમારકામ વગેરે કરીને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા બાબતે કામગીરી કરવામાં આવશે.
આજરોજ એ.આર.ટી.ઓ. કચેરી પાટણ, અને ST ડેપો ચાણસ્માના સંયુક્ત ઉપક્રમે ચાણસ્મા એસ.ટી. ડેપો ખાતે એસ.ટી વિભાગના ડ્રાઈવર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા વધે તે હેતુસર તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે ડ્રાઈવર્સે માર્ગ પરના ચિન્હો, અકસ્માતના વિવિધ કારણો, ગતિ મર્યાદા, કાળજીપૂર્વકનું ડ્રાઈવીંગ અને સલામત જાહેર પરિવહન જેવી બાબતો વિશે ડ્રાઈવર્સને જાગૃત કરાયા હતા.