દશાવાડા પ્રાથમિક શાળાનાં ભૂલકાઓએ ચિત્રો દોરીને પોતાની રાષ્ટ્ર ભાવના ઉજાગર કરી
દેશનાં તમામ લોકોમાં રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતું અભિયાન એટલે ‘હર ઘર તિરંગા અભિયાન’. આ અભિયાનમાં પોતાનો સહયોગ આપવા માટે દશાવાડા પ્રાથમિક શાળાનાં ભૂલકાઓ પણ જોડાયા છે. દશાવાડાની પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ચિત્રો દોરીને દેશ પ્રત્યેની પોતાની ભાવના વ્યકત કરી હતી.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું છે. તા.12 થી 15 ઓગષ્ટ સુધી સમગ્ર દેશવાસીઓ પોતાના ઘરે, કાર્યસ્થળે, દુકાને અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવશે. તો આવો આપણે પણ આગામી તા. 12 થી 15 ઓગસ્ટ સુધી ધ્વજ સંહિતાને ધ્યાનમાં રાખીને “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ તિરંગો લહેરાવીને રાષ્ટ્ર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ સુવર્ણ અવસરને ઝડપી લઈએ. અને શાનથી તિરંગો લહેરાવીએ.