ચાણસ્મામાં યુવતીઓના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં અશ્લીલ ફોટા અને વીડિયો મોકલતા નોંધાઈ ફરિયાદ, ફોટા મોકલનાર ગામનો જ યુવક હોવાનું ખૂલ્યું
પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકનો યુવક તેના ઇન્સ્ટાગ્રામ(Instagram) આઈડી પરથી ગામની પરિણીતાના મોબાઈલમાં તેની જ જેઠાણીને એડિટીંગ કરેલો અશ્લીલ ફોટા મોકલતાં યુવતીએ આઈડીની તપાસ કરી ગામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ બાબતે મળતી માહિતી મુજબ ચાણસ્મા(Chanasma) તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતી પરિણીતાની ફરિયાદ અનુસાર તેઓ એકાદ વર્ષથી ઇન્સ્ટાગ્રામ વાપરે છે. એકાદ મહિના અગાઉ અજાણી આઈડી પરથી મેસેજ આવેલ જેથી અજાણી આઈડી હોઈ યુવતીએ આઈડીને બ્લોક કરી દીધેલ ત્યારબાદ ફરીથી બે ત્રણ દિવસ બાદ બીજી અજાણી આઈડી પરથી મેસેજ આવ્યો હતો. જેમાં યુવતીનો એડિંટીગ કરેલો ફોટો હોઈ તેણીએ અજાણ્યો શખ્સ બ્લેકમેઈલ કરતો હોય તેવું જાણવા મળ્યું હતું. તેથી તે આઈડી પણ બ્લોક કરી હતી.
આ પણ વાંચો : –
પાટણ: સમી માં નજીવી બાબતે પડોશીઓ વચ્ચે બબાલ, એકબીજાને ગડદા પાટુ નો માર માર્યો
પાટણના વેપારીનું ઉઘરાણીથી પરત આવતાં સમયે અઘાર પાસે હાર્ટ એટેકથી નિપજ્યું મોત
ત્યારબાદ ફરીથી અજાણી આઈડી પરથી 24 માર્ચે તેમની જેઠાણીનો કોઈ અજાણ્યા પુરૂષ સાથેનો એડિટીંગ કરેલો અશ્લીલ ફોટા મોકલાતા તેણીએ જેઠાણીને આ બાબતે વાત કરતાં જેઠાણી કહેવા લાગેલ કે, મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર અજાણી આઈડી પરથી મેસેજ આવેલ અને એક સ્ત્રીનો એડીટિંગ કરેલ ફોટો મોકલેલ અને ફરીથી મેસેજ કરેલ હોવાની વાત કરતાં યુવતીએ ફોટો જોઈ ફોટાની તપાસ કરતાં તે અશ્લીલ એડેટીંગ કરેલ ફોટો તેની ગામની યુવતીનો હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ યુવતીએ અજાણી આઈડી સુધી પહોંચવા તે કોણ છે એ જાણવા માટે તેની આઈડી ચાલુ રાખી મેસેજથી વાત ચાલુ રાખી વાત કરી જાણવા મળેલ કે તેમની સાથે અને તેમની જેઠાણી સાથે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મેસેજ અને વિડીયો મોકલનાર અજાણ્યો શખ્સ તેમના ગામનો પટેલ મિત બાબુલાલ હોવાનું ખૂલ્યું હતું.