ગુજરાતપાટણ

પાટણ: ચાણસ્મા હાઈવે સર્કલ પાસે ઈકો કાર ગાય સાથે અથડાતા એક ગાયનું મોત, ઈકો કાર ફરીથી એસટી બસ સાથે અથડાતા સર્જાયો ડબલ અકસ્માત

Rate this post

પાટણથી ચાણસ્મા તરફે જઈ રહેલી ઈકો કાર ચાણસ્મા સર્કલ પાસે રોડ પર અડિંગો જમાવી બેસેલી ગાય સાથે અથડાતા એક ગાયનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ગાયને ઈજાઓ પહોંચી હતી. ગાય સાથે અકસ્માત સર્જાયા બાદ આગળ જતા ઈકો કાર એસટી બસ સાથે અથડાઈ હતી.

આ બાબતે મળતી હકીકત મુજબ રવિવારના સાંજના સુમારે પાટણથી ચાણસ્મા તરફ જઈ રહેલ ઈકો ગાડીનો ચાણસ્મા સર્કલ પાસે રસ્તા પર અડિંગો જમાવીને બેસેલી ગાય સાથે અકસ્માત થયો હતો. જેમાં એક ગાયનું મોત નિપજ્યું હતું. તો અન્ય બે ગાયને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આગળ જતા ઈકો કાર એક એસટી બસ સાથે અથડાઈ હતી. ચાણસ્મા હાઇવે પર સર્જાયેલા અકસ્માત ના પગલે લોકોના ટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા. પોલીસને જાણ કરાતા પોલીસે પણ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *