ગુજરાત

વ્યાજખોરોના ત્રાસથી જીમ ટ્રેનર યુવકે જીવન ટૂંકાવ્યું

Rate this post

વ્યાજખોરના ત્રાસથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. જિમ ટ્રેનરે ઝેરી પ્રવાહી પીને જીવન ટુંકાવ્યું છે. વ્યાજના વિષચક્રમાં એક યુવકનો ભોગ લેવાયો હોવાની ઘટના સામે આવતાં ફરી એક વખત ચકચાર મચી જવા પામી છે. આ યુવકે 2-3 લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે યુવકના પિતાએ ન્યાયની માગ કરી છે.

રાજકોટના જેતપુરમાં વ્યાજખોરના જિમ ટ્રેનર યુવકએ ઝેરી પ્રવાહી પીને જીવન ટુંકાવ્યું છે, ત્યારે યુવકના પિતાએ ચારથી પાંચ વ્યાજખોર ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. યુવકના પિતાએ ન્યાયની માગ કરી છે. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી છે. મળતી માહિતી અનુસાર, મોટા ચોક વિસ્તારમાં રહેતા રોનક લાઠીગરા નામના યુવકે આપઘાત કર્યો છે. વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યાનો મૃતક યુવકના પિતાએ આક્ષેપ કર્યો છે. યુવકે 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાની વિગત સામે આવી રહી છે. વ્યાજના વિસચક્રમાં યુવકનો ભોગ લેવાયો છે, ત્યારે પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી આશિષ ભાટિયાના આદેશ અનુસાર રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પોલીસ સામે ચાલીને અરજદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. તાલુકા મથકે જિલ્લા મથકે તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં રાજકોટ રેન્જ હેઠળ આવતા પાંચ જિલ્લાઓમાં 85 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પાંચ જિલ્લાઓ પૈકી સૌથી વધુ ગુના રાજકોટ ગ્રામ્યમાં દાખલ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *