ડો. રાજુલબેન દેસાઈ દ્વારા ઉતરાયણને લઇ જીવદયા કેમ્પનું ઉદ્ઘાટન કરાયું
ઉત્તરાયણનું પતંગોનું પર્વ સૌના માટે આનંદ ઉમગનું પર્વ બની રહેતું હોય છે પરંતુ પતંગ અને દોરીથી આ પર્વ નિર્દોષ પંખીઓ માટે જોખમી અને ક્યારેક મોતના મુખમાં ધકેલતું બની રહેતું હોય છે.
સરકારી તંત્ર ઉપરાંત અનેક જીવદયાપ્રેમી સંસ્થાઓ અને કાર્યકરો ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ થતાં પક્ષીઓના જીવ બચાવવાના આશયથી સારવાર અને સેવાની પ્રવૃત્તિ કરવા આગળ આવતા હોય છે.
ઉત્તરાયણ નિમિત્તે પાટણ શહેરના આનંદ સરોવર નજીક ઓમ શિવ સેવા સંસ્થા આયોજિત જીવદયા પ્રવૃત્તિના આવા જ એક સ્ટોલનું ડો. રાજુલબેન દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત કોર્પોરેટરો અને કાર્યકરો તેમજ જીવદયા સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.