ઇન્ડિયા

11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મોત

Rate this post

Hyderabad Narsingi College Boy Student Suicide Case : હૈદરાબાદમાં મંગળવારે ફર્સ્ટ યરના એક વિદ્યાર્થીએ ક્લાસમાં જ સુસાઇડ કરી લીધું. તે કોલેજની હોસ્ટેલમાં જ રહેતો હતો. વિદ્યાર્થીના પિતાનો આરોપ છે કે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાથી તેના ટીચર અને વોર્ડન તેને ટોર્ચર કરતા હતા અને મારતા હતાં. મંગળવારે રાતે લગભગ 10 વાગે તેમનો દીકરો ક્લાસ રૂમમાં ગયો અને ત્યાં જ સુસાઇડ કરી લીધું.

પોલીસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ નિરસિંગીના શ્રીચૈતન્ય જુનિયર કોલેજમાં ભણતા ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થી સાત્ત્વિક તરીકે થઈ છે. તે કોલેજની હોસ્ટેલમાં જ રહેતો હતો. તેના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે ટીચર્સ સાત્ત્વિકને હંમેશાં ટાર્ગેટ કરતા અને અને તેને મારતા હતા, જેના કારણે તે ઘણો ડિપ્રેશનમાં હતો.

28 ફેબ્રુઆરીએ તેઓ સાત્ત્વિકને મળવા પહોંચ્યા હતા. તેને સ્કિન ડિસીઝ થયું હતું એટલે તેઓ તેની માટે દવા પણ લઇને આવ્યા હતા. જ્યારે તેઓ સાત્ત્વિકને મળ્યા ત્યારે તેણે જણાવ્યું કે હોસ્ટેલમાં ખાવાનું સારું નથી. તેના ટીચર, વોર્ડન તેને મારે છે અને ખીજાય છે. તે અહીં ભણવા ઇચ્છતો નથી. તેમણે દીકરાને ભણવા પર ધ્યાન આપવા માટે કહ્યું અને ઘરે આવી ગયા. એ જ દિવસે તેમને સુસાઇડની જાણકારી મળી.

Hyderabad Narsingi College Boy Student Suicide Case

સાત્ત્વિકના ક્લાસમેટ્સે જણાવ્યું હતું કે મંગળવારે 10 વાગે તે અભ્યાસ કર્યા પછી ગાયબ થયો. તેને અનેક જગ્યાએ શોધ્યો, પરંતુ તે મળ્યો નહીં. પછી કોલેજમાં જઇને જોયું તો તે ક્લાસમાં ફંદામાં લટકાયેલો જોવા મળ્યો. કોલેજના લોકોને જાણકારી મળી ગઈ હતી કે તેણે આત્મહત્યા કરી લીધી છે, તેમ છતાંય તે લોકોએ કોઈ મદદ કરી નહીં અને અમને પણ મદદ કરવાની ના પાડી દીધી હતી. જેમ-તેમ કરીને મિત્રોએ લિફ્ટ માગી અને તેને હોસ્પિટલ પહોંચાડ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *