Rani Ki Vav : તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ રાણકી વાવ નિહાળી
Rani Ki Vav : પાટણની વર્લ્ડ હેરીટેજ (World Heritage) રાણકીવાવ (Rani Ki Vav) દિવાળીનાં તહેવારોમાં સહેલાણીઓ અને પ્રવાસીઓ નિહાળવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. પ્રવાસીઓ પરીવાર સાથે યાદગીરી માટે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.
પાટણની ઐતિહાસિક Rani Ki Vav ગુજરાતનું ગૌરવવંતુ આભૂષણ છે. તેનો યુનેસ્કો દ્વારા World Heritage ની યાદીમાં સમાવેશ કરાયો છે. ભારત સરકાર દ્વારા 100ની ચલણી નોટ પર મૂકી છે. અણહિલપુર પાટણનાં રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બંધાવેલી આ વાવ તેમના રાજા પ્રત્યેના અમરપ્રેમનું પ્રતીક છે. તેને તળપદી ભાષામાં રાણકીવાવ કહે છે.
દિવાળીના તહેવારોમાં વર્લ્ડ હેરિટેજ પાટણની રાણકીવાવને નિહાળવા માટે પર્યટકો ઉમટી પડતા રાણકીવાવ સંકુલ પર્યટકોથી ઉભરાઇ ગયું હતું. છેલ્લા ચાર દિવસમાં ભારતીય અને વિદેશ પ્રવાસીઓએ રાણકીવાવ અને સહસ્ત્રલીગ તળાવની મુલાકાત લીધી હતી. છેલ્લા ચાર દિવસમાં ગુરુવારથી રવિવાર સુધીમાં 20 હજારથી વધુ ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવને નિહાળી હતી. ત્યારે કેટલાક પ્રવાસીઓ પરીવાર સાથેની યાદગીરી માટે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.