પાટણપાટણ શહેર

પાટણ શહેરમાં શેર બજારમાં ડબ્બા ટ્રેડીંગ ચલાવતો એક શખ્સ ઝડપાયો

Rate this post

પાટણ શહેરમાં શેરની લે વેચ કરી ડબ્બા ટ્રેડીંગ ચલાવતો એક શખ્સને મંગળવારે પોલીસે ઝડપી પાડ્યો હતો. બે શખ્સ ફરાર થઇ ગયા હતા.આ અંગે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.

પાટણ શહેરમાં ગોલ્ડન ચોકડી પાસે જીવનધારા સોસાયટી નાકે આવેલ પટેલ ઓટો ગેસની ઓફિસમાં મંગળવારે બપોરે સામાન્ય ગ્રાહકોને વધુ નાણાકીય વળતર મળવાની લાલચ આપીને પૈસા મેળવી શેરની લે વેચ કરી ડબ્બા ટ્રેડીંગની પ્રવૃત્તિ અનધિકૃત કરતા હોવાની બાતમી આધારે પાટણ એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.આ રેડ દરમ્યાન ઓફિસમાંથી પ્રજાપતિ જીગરકુમાર હરેશભાઇ રહે.પાટણને એક મોબાઇલ કિ.રૂ.20000 સાથે ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ દરમ્યાન આ ધંધો કરવામાં તેની સાથે પટેલ વસંતભાઇ રહે.પાટણ અને મોદી મિલાપ રહે.અમદાવાદ સંકળાયેલા હોવાનું ખૂલવા પામ્યું હતું. તેના આધારે પાટણ એલસીબી પોલીસે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

તપાસ અધિકારી પીએસઆઇ આર.કે.પટેલે જણાવ્યુ હતું કે આરોપીની કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ માંગ કરી ત્યારે કોર્ટ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ શખ્સો તેઓના તમામ વ્યવહાર બેંક મારફતે નહીં અને આંગડિયા મારફતે કરી ઇન્કમટેક્સની ચોરી કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *