ગુજરાત

ઇકોની ટક્કરથી ભાઈ-બહેનનાં મોત – ચાર બહેનોનો એકના એક ભાઈનું અકસ્માતમાં મોત

Rate this post

લાખણી તાલુકાના વજેગઢના કેવળભાઇ રબારીની પુત્રી અલકાબેનને નર્સિંગનું ફોર્મ ભરવાનું હોઇ બુધવારે તેણી ભાઇ મુકેશ અને બહેન નયના સાથે બાઇક નંબર જીજેે-08-ડીએફ-4092 ઉપર ભાભર આવ્યા હતા. જ્યાંથી ફોર્મ ભરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ભાભર-મીઠા હાઇવે ઉપર ખારા ગામના પાટિયા પાસે દિયોદર તરફથી પૂરપાટ ઝડપે આવતી ઈકો નંબર જીજે-08-ડીડી-0579ના ચાલકે બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી.

જેમાં બાઈકને 5 કિલોમીટરથી વધુ ઼ઢસેડવામાં આવ્યું હતું. બાઈક સવાર અલકાબેન રબારી ઇકોનાં બોનેટ આગળ ફસાઇ જતાં 1 કિલોમીટર સુધી ઢસડી બોરિયા પાસે ફંગોળતાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ભાઇ-બહેનને ગંભીર ઈજા થતાં 108 વાન દ્વારા ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ બાઈક ચાલક મુકેશભાઇ કેવળભાઈ રબારી (ઉં.વ.20) (રહે.વજેગઢ) નું પણ મોત થયું હતું.

જ્યારે બીજી બહેન નયનાને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાઇ હતી. બે સગા ભાઈ-બહેનના મોત થતાં રબારી સમાજમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.ઈકો ચાલકને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *