ગુજરાત

New Rate Toll Tax : આજ રાતથી દેશના તમામ હાઈવેના ટોલ ટેક્સમાં વધારો થશે, આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

Rate this post

New Rate Toll Tax : દેશભરના એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર આજે અડધી રાત બાદથી મુસાફરી કરવું મુશ્કેલ બની જશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટોલના દરમાં 3.5 ટકાથી 7 ટકાનો વધારો જાહેર કર્યો છે. જ્યારે ઓછા અંતર માટે 10 ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ જાહેરાતથી દેશભરના હાઈવે અને એક્સપ્રેસ વે પર ભાવ વધારો ઝીંકાશે. જેનાથી નાગરિકો પર મોંઘવારીનો વધુ એક માર ઝીંકાશે. આ તરફ ગુજરાતમાં પણ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલટેક્સમાં વધારો થશે.

New Rate Toll Tax

આજે અડધી રાતે 12 વાગ્યાૉથી તમામ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સનો નવો ભાવ લાગુ થઈ જશે. જેનાથી મુસાફરોના ખિસ્સા પર મોટી અસર પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર અરવિંદ કુમારે કહ્યું કે, દર ફાઈનાન્શિયલ વર્ષમાં ટોલ ટેક્સ રિવાઈઝ કરવામાં આવે છે. તે મુજબ ભાવ વધારો કરાયો છે.

કેન્દ્રના તમામ નેશનલ હાઇવે ઉપર આવેલા ટોલટેક્ષ ઉપર આજે રાત્રીના 12 વાગ્યાથી ટોલટેક્ષ ઉપર વધારો કરવામાં આવશે. જેને લઈને સતત વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસોને મોંઘવારીનો વધુ એક ઝાટકો લાગવા જઈ રહ્યો છે. બનાસકાંઠાના નેશનલ હાઇવે નંબર 27 ઉપર આવેલ ટોલ પ્લાઝાઓ ઊપરથી પસાર થતાં વાહન ચાલકોની સવારી હવે મોંધી બનશે. રાજસ્થાનના કોટાથી ગુજરાતના કંડલા જતા નેશનલ હાઇવે ઉપર બનાસકાંઠામાં ખીમાણા, મૂડેઠા અને ભલગામ એમ ત્રણ ટોલપ્લાઝા આવેલા છે. જ્યાંથી રોજના નાના મોટા હજારો વાહનો પસાર થાય છે.

જોકે આજે મધ્યરાત્રીના 12 વાગ્યાથી નેશનલ હાઇવે ઉપરના તમામ ટોલ પ્લાઝા ઉપર ટોલટેક્ષમાં વધારો કરવામાં આવશે. જેમાં બનાસકાંઠામાં આવતા ખીમાણા, મુડેઠા, ભલગામ ટોળપલઝા ઉપર વાહનોના ટોલટેક્ષમાં 5 રૂપિયાથી લઈને 20 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. કાર જીપ અને નાના વાહનોના ટોલટેક્ષમાં 5 રૂપિયા,LCV, LGV અને મિનિબસમાં 10 રૂપિયા તો બસ અને ટ્રકમાં પણ 10 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે ત્રણ એક્સલ વાહનોમાં તેમજ 6 એક્સલ વાહનોમાં 15 રૂપિયાનો વધારો અને 7 એક્સલના હેવી વાહનોમાં 20 રુપિયાનો વધારો કરાયો છે. જેને લઈને વાહન ચાલકોમાં ખિસ્સામાં વધુ માર પડશે આજ રાત્રિથી વધતા ટોલટેક્ષના ભાવોના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થશે. તો બીજી બાજુ આ ભાવ વધારાના કારણે વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *