ગુજરાતપાટણ

પાટણ: સાંતલપુરના જાખોત્રાથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

Rate this post

પાટણ જિલ્લાના સાંતલપુરના જાખોત્રા ગામેથી સાંતલપુર પોલીસ દ્વારા બે શખ્સોની ચોરીના તાંબાના માલસામાન સાથે અટકાયત કરી હતી. સાંતલપુર પોલીસને જાખોત્રા ગામના ચાર રસ્તા નજીક બે શખ્સો બાઈક પર શંકાસ્પદ ચીજવસ્તુઓ લઈને આવતા પુછપરછ કરાતાં શખ્સો ગલ્લા તલ્લા કરતા કાગળોની સાધનિક તપાસ કરતા માલ સામાનના કાગળો નહિ મળતા પોલીસ દ્વારા દિનેશ રાણાભાઈ આહિર,રહે.જાખોત્રા અને ઝાલા વિભા રબારી રહે.ચારણકા નામના બન્ને શખ્સોની અટકાયત કરી હતી.

શખ્સો પાસેથી પોલીસે 100 કિલો તાંબાના વાયર કિંમત 60,000, મોબાઈલ નંગ- 2 કિંમત 7000 તેમજ બાઈક -1 કિંમત 35,000 મળી કુલ 1,02,000નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે બન્ને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ઝડપાયેલ આરોપીઓના નામ – સરનામું:

1) દિનેશભાઈ રાણાભાઈ પરબતભાઈ ઉ.વ. 21 રહે – નવા જાખોત્રા, તા. સાંતલપુર, જી. પાટણ.
2) ઝાલાભાઇ વિભાભાઈ ઉ.વ. 23 રહે – ચારણકા, તા. સાંતલપુર, જી. પાટણ.

કબ્જે કરેલ મુદ્દામાલ:

1) મોટરસાયકલ કિ. રૂ.35,000
2) મોબાઈલ નંગ – 2 કિ. રૂ.7,000
3) 100 કિલો તાંબાના વાયર કિ. રૂ.60,000
કુલ મુદ્દામાલ – કિ. રૂ.1,02,000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *