પાટણ: રાધનપુર ભીલોટ માગૅ પર અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું મોત, અન્ય એક ગંભીર રીતે ઘાયલ
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે વાહનો હંકારી પસાર થતા ચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જીને અનેક નિર્દોષ માનવ જિંદગીઓને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ત્યારે આવો જ માર્ગ અકસ્માત નો બનાવ શુક્રવારની સાંજે રાધનપુર ભીલોટ ત્રણ રસ્તા પાસે સર્જાતા એક નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લેવાયો હોવાનું તેમજ અન્ય એક નિર્દોષ માનવ જિંદગી ગંભીર રીતે ઘવાય હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતની ઘટનાની મળતી હકીકત મુજબ શુક્રવારની સાંજે રાધનપુર ભીલોટ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને હાઇવે પરથી પસાર થઈ રહેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઈક સવાર ભીલોટ ગામના પિયુષ ભાઈ વસંતલાલ ઠક્કર ઉ.વ. 35 નું મોત નિપજ્યું હતું. જયારે અમરાભાઈ ધારાભાઈ ભરવાડ નામના વ્યક્તિ ને ગંભીર ઈજા પહોચતા પ્રાથમિક સારવાર રાધનપુર હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વાંચો : –
પાટણ-ચાણસ્મા હાઇવે માર્ગ પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા હેવી ટ્રક પલટી મારી ગઈ
આકસ્માત ના બનાવવાની જાણ રાધનપુર 108 ને થતાં ઘટના સ્થળે પહોંચી હતી. તો બનાવના પગલે પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી બાઈકને ટક્કર મારી ફરાર થયેલા અજાણ્યા વાહનને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અજાણ્યા વાહનની ટક્કરે મૃત્યુ પામેલ વ્યક્તિ રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ હિંમતલાલ મુલાણી ના ભાઈ ના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ