ગુજરાતપાટણહારીજ

પાટણ: હારીજના દુનાવાડા ગામના યુવકને અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા મોત, અકસ્માતની ઘટના CCTVમાં થઈ કેદ

1/5 - (1 vote)

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામનો શખ્સ તેની સાસરીમાં ગયો હતો. સાસરીથી પરત દુનાવાડા ગામે જવા નિકળ્યો હતો. તે દરમ્યાન હારીજ રાધનપુર રોડ પર જલારામ મંદિર નજીક પહોંચતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં શખ્સનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.જેના સીસીટીવી સામે આવ્યા છે જેમાં એક કાર ચાલક ગાડી ને ટક્કર મારી ફરાર થઇ જતો જોવા મળે છે.

આ બાબતે મળતી માહિતી મુજબ હારીજ તાલુકાના દુનાવાડા ગામનો મહેન્દ્રભાઈ સોમાભાઈ પરમાર રવિવારના રોજ દુનાવાડા ખાતેથી તેની સાસરી જાસ્કા મુકામે ગયો હતો. ત્યારે સાસરીથી પરત પોતાના ગામ દુનાવાડા ખાતે જઈ રહ્યો હતો. તે દરમ્યાન હારીજ રાધનપુર રોડ પર આવેલ જલારામ મંદિર નજીક પહોંચતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેથી મહેન્દ્રભાઈને ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માતનો આવાજ આવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. 108 મારફતે મહેન્દ્રભાઈને હારીજ રેફરલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઈજાઓ થઈ હોવાથી તેમનું મોત નિપજ્યું હતું. પરિવારના લોકોને અકસ્માતની જાણ થતાં તાત્કાલીક હારીજ રેફરલ ખાતે દોડી આવ્યા હતા.

મહેન્દ્રભાઈના મોતના સમાચાર મળતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. મહેન્દ્રભાઈ પરમારના મોટાબાપાના દીકરા બળવંતભાઈ જગાભાઈ પરમારે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે આજે ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવાન રોડ ક્રોસ કરી ડિવાઈડર કૂદી પસાર થાય છે. એવી તરત એક કાર આવી જતા ટક્કર વાગે છે તે સીસીટીવી માં દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *