ગુજરાતપાટણ શહેર

પાટણ જિલ્લામાં રાણીની વાવ, સહસ્ત્રલિંગ સરોવર અને પાટણ મ્યુઝિયમ પરિસરની સાફ સફાઈ કરાઈ

Rate this post

રાજ્યભરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તા.17 સપ્ટેમ્બરથી તા.31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવશે. ત્યારે આ અભિયાનમાં પાટણ જિલ્લો પણ સહભાગી બન્યો છે.

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પાટણ મ્યુઝિયમ, નહેરૂ યુવા કેન્દ્ર પાટણ અને એન.એસ.એસ.(એચ.એન.જી.યુ , પાટણ) દ્વારા વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ અને પાટણ મ્યુઝિયમ પરિસરની સાફસફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પાટણ મ્યુઝિયમના કયુરેટરશ્રી ડો મહેંન્દ્રસિહ સુરેલા દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારી વધે તે માટેના પ્રયાસ કરવા વિશે ઉપરાંત સ્વચ્છતા અભિયાનના મહત્વ વિશેની વિગતે વાત કરવામાં આવી હતી. લોકો સ્વચ્છતા હી સેવાના અભિયાનમાં જનભાગીદારીની મહત્તા વિશે જાગૃત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *