ગુજરાતચાણસ્માપાટણપાટણ શહેરરાધનપુરસિદ્ધપુરહારીજ

પાટણ સરકારી ઇજનેરી કોલેજનો વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાના આર.ડી કેમ્પમાં પસંદગી પામ્યો

Rate this post

26 જાન્યુઆરી, 1950ના દિવસે બંધારણ અમલમાં આવ્યું તેની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે દિલ્હી રાજપથ પર અલગ-અલગ લશ્કરી દળોની પરેડ દ્વારા શક્તિ પ્રદર્શનની સાથે પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જેમાં એકમાત્ર બિન લશ્કરી દળ તરીકે એન.એન.એસ. સ્વયંસેવકોનું દળ હોય છે. જેના માટે આ વર્ષે પણ દેશભરમાંથી એન.એસ.એસ સ્વયં સેવકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી 10 સ્વયં સેવકોની પસંદગી થઇ છે. તેમાં સરકારી ઈજનેરી કોલેજ પાટણ ખાતે કાર્યરત એન.એસ.એસ. યુનિટના સ્વયં સેવક જૈમિન મહેતાની પસંદગી થઈ છે. જેમને પ્રથમ 7 દિવસીય પ્રી-આર.ડી. કેમ્પમાં પસંદગી પામી તાલીમ લીધા બાદ શ્રેષ્ઠ પ્રદર્શનના લાભે દિલ્હી રાજપથ પર થતી પરેડ કેમ્પમાં પસંદગી પામ્યા. આ ઉપક્રમે સંસ્થાના આચાર્ય તથા એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફિસરના સતત માર્ગદર્શન હેઠળ સ્વયં સેવક જૈમિન મહેતાની પસંદગી થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *