હારીજમાં હોટલ પર જમવા આવેલા ત્રણ શખ્સોએ હોટેલ માલિક સાથે ઝઘડો કરી, લૂંટ ચલાવ્યા બાદ ફાયરિંગ કરીને ફરાર
હારીજ બોરતવાડા રોડ ઉપર હોટલમાં જમવા આવેલા ત્રણ ગ્રાહકોને જમવા મામલે સ્ટાફ સાથે તકરાર થતા રોષે ભરાયેલા ત્રણ યુવકો પૈકી એક યુવકે માલિક ઉપર ફાયરિંગ કરી સ્ટાફને ડરાવી ધમકાવી ફરાર થઈ ગયા હતા. સદનસીબે ગોળી કોઈને ન વાગતા દુર્ઘટના ટળી હતી. ફાયરિંગની ઘટના મામલે પોલીસને જાણ થતા યુવાકોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
હારીજ બોરતવાડા ગામ વચ્ચે આવેલ પાઘડી હોટલ ઉપર સોમવારે રાત્રે જમવા આવ્યા હતા. હોટલની બહાર બેસી મેનેજરને માલિકને બોલાવવાનું કહેતા મહેશભાઈ ચૌધરી હોટલના માલિક હોય તેઓ તેમની પાસે આવતા ત્રણેય યુવકો પૈકી વારાફરતી તેમને અપશબ્દો બોલી હોટલની સુવિધાઓ વગેરે રીતે ના આપવામાં આવતી હોવાનું કહી તકરાર કરવા લાગ્યા હતા. માલિકે તકરાર કરવાની ના પાડતા ગાળો બોલવા લાગેલા અને ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી હોટલના વેપારના 9000 રૂપિયા ઝૂંટવી લીધા હતા.
હોટલના સ્ટાફ દ્વારા તેમના બે ઈસમોને પકડી પાડતા એક યુવક હોટલની બહાર જઈને રિવોલ્વર કાઢીને મારી નાખવાના ઇરાદે માલિક ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરી તેમના માણસોને છોડી મૂકવા માટે ધમકી આપતા માણસો છોડતા તેઓ ત્રણે યુવકો ફરાર થઈ ગયા હતા. ઘટના મામલે માલિકે હારીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ફરિયાદ નોંધી પકડવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે.
આરોપીઓના નામ
કિરીટસિંહ સરતાનજી વાઘેલા (રહે. જમણપુર, હારીજ)
કમલેશ અણદાભાઈ (રહે. ભચાઉ વોઘડા , ભચાઉ)
દાનવીરસિંહ ઉર્ફે વકતીસિંહ ભગવાનસિંહ વાઘેલા (રહે જમણપુર, હારીજ)