શહેરના પારેવા સર્કલ નજીક શિશુ મંદિરથી લઈને રેલવે બ્રિજ સુધીના ડામર પેવર રોડનું ભૂમિપૂજન કરાયું.
પાટણ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો નાં માર્ગોના કામો પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે શુક્રવારના રોજ પાટણ શહેરના પારેવા સર્કલ પાસેની શિશુ મંદિર સ્કૂલથી પીતાંબર તળાવ પટણી સમાજના સ્મશાન ભૂમિ થઈને રેલવે બ્રિજ સુધીના માર્ગનું ભૂમિ પૂજન પાટણ વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ઉમેદવાર રાજુલબેન દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં કરવામાં આવતા મેટલિંગ સાથેના આ ડામર પેવર રોડના ભૂમિ પૂજન પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજુલબેન દેસાઈએ પાટણ શહેરના સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરી અધુરા વિકાસ કામોને વહેલામાં વહેલી તકે પરિપૂર્ણ કરવા માટે પાટણ નગરપાલિકા કટિબંધ હોવાનું જણાવ્યું હતું.
આ ભૂમિ પૂજન પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાટણ નગરપાલિકા બાંધકામ શાખાના ચેરમેન શાંતીબેન ગિરીશભાઈ પટેલ તેમજ વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપુત, છાયાબેન રાવલ સહિતના કોર્પોરેટરો અને પાટણ નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિસ્તારના પ્રબુધ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ
- પાટણનાં ડેર પાસે કારે ટક્કર મારતાં બાઇક પર સવાર માતા-પુત્રનાં મોત,પતિ ઘાયલ
- ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઇભક્તો
- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
- પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ