હાર્ટ એટેકથી બે સગાભાઇ ના મોત – મોટા ભાઇના મોતના સમાચાર મળ્યાના 2 કલાક બાદ નાના ભાઇનું પણ હાર્ટ એટેકથી અવસાન
પાટણમાંથી એક કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે. જ્યાં મોટા ભાઇના મોતના સમાચાર મળ્યના બે કલાકમાં જ નાના ભાઇનું પ્રાણ પંખેરૂ પણ ઉડી ગયું છે.
શહેરમાં બે કલાકમાં બે સગા ભાઈઓના હાર્ટ એટેકથી મોત થયા છે. બે સગા ભાઈઓના મોતથી પરિવાર સહીત સમગ્ર શહેરમાં માતમ છવાયો છે. આ ઘટનામાં મોટા ભાઇના મોતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, તેઓ રસ્તા પર ચાલીને જઈ રહ્યા છે, ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ રોડ પર જ ઢળી પડે છે.
હાર્ટ એટેક આવતા અરવિંદભાઈ પટેલ રસ્તા પર ઢળી પડ્યા – ArvindBhai Patel CCTV Patan
પાટણ શહેરની દ્વારિકા હોમ્સ સોસાયટીમાં (Dwarika Homes Society) રહેતા અને માર્કેટયાડમાં શ્રીરામ ફર્ટીલાઇઝર નામની દુકાન ધરાવતા અરવિંદભાઈ પટેલ ગતરોજ નાગરિક શાખા બેંકમાં ચેક જમા કરાવવા માટે ગયા હતા. જ્યાંથી ચાલીને પરત ફરતી વખતે તેઓને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા તેઓ રસ્તા પર જ ઢળી પડ્યા હતા. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તેઓને તાત્કાલિક શહેરની જનતા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ ખાતે તેઓને સારવાર મળે તે પહેલા જ અરવિંદભાઈનું મૃત્યુ થયું હતું.
જે બાદ તેમના મૃતદેહને હોસ્પિટલથી ઘરે લવાયો હતો. આ દરમિયાન અરવિંદભાઈની સાથે રહેતા તેમના નાનાભાઈ દિનેશભાઈ પટેલને ગભરાણ થતાં તેઓ પણ ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ ઓચિંતી બંને ભાઇઓએ એકસાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તો બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
એક જ ઘરમાંથી બે સગા ભાઈઓની અર્થી ઉઠતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો. તો આજુબાજુમાં રહેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બંને ભાઈઓની અંતિમવિધિ સાથે જ કરાઇ હતી.
પાટણના લોટેશ્વરમાં રહેતા રામલાલ કાંતિલાલ પટેલને ચાર દીકરાઓ છે. જેમાં અરવિંદભાઈ, પ્રકાશભાઈ, દિનેશભાઈ અને હિતેશભાઈ… જેમાં સૌથી મોટો પુત્ર અરવિંદભાઇ અને ત્રીજા નંબરનો દિનેશભાઇ પાટણ શહેરના રાણકી વાવ રોડ પર આવેલી દ્વારિકા હોમ્સ સોસાયટીમાં જોડે રહે છે.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ