પાટણ જિલ્લામાં રોજગાર ભરતી મેળો – 2023
Rojgar Bharti mela 2023 પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતીમેળાના માધ્યમથી ભરતી કરવા માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ તથા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, પાટણ દ્વારા આયોજીત રોજગાર મેળામાં ભાગ લેવા માટે રોજગારવાંચ્છુઓ ભરતીમેળામાં ઉપસ્થિત રહે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, રંગભવન હોલ, પાટણ ખાતે તા.19.01.2023 ગુરૂવાર સમયઃ10.00 કલાકે આયોજીત રોજગાર ભરતીમેળામાં ધોરણ 8/10/આઈ.ટી.આઈ. પાસ થી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારોફ ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા 18 થી 45 ની રહેશે. ઓપરેટર, ટ્રેઈની, લાઈનઓપરેટર, મશીનીઓપરેટર, ઈન્સ્યોરન્સ એડવાઈઝર, ટેલી કોલર, ફિલ્ડ વર્કર, આસીસ્ટન્ટ મેનેજર, ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે આયોજીત આ રોજગાર ભરતીમેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે.
આ રોજગાર ભરતીમેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફર તેમજ 3 થી 4 નકલ બાયોડેટા સાથે ઈન્ટરવ્યુમાં હાજર રહેવા માટે રોજગાર અધિકારીશ્રીની અખબારીયાદીમાં જણાવવામાં આવે છે. આ રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઈ શકશે.
વધુ માહિતી માટે વેબસાઈટઃ www.anubandham.gujarat.gov.in તેમજ હેલ્પલાઈન નંબર 6357390390
✅ Follow Official Facebook Page – Patan District – પાટણ