ગુજરાતપાટણ

પાટણ: સાંતલપુર નેશનલ હાઇવે પર અકસ્માત અટકાવવા પાટણ પોલીસે કરી આ કામગીરી

Rate this post

સાંતલપુર નેશનલ હાઇવે: સાંતલપુર ખાતે બનતા નેશનલ હાઇવે નંબર 27 ઉપર અકસ્માત ની ઘટનાઓને ટાળવા માટે ભુજ રેન્જ આઈજીના સૂચના અનુસાર અને પાટણ જિલ્લા પોલીસવડા વિજયકુમાર પટેલના માર્ગદર્શક નીચે રાધનપુર ડીવાયએસપી અને સાંતલપુર પોલીસ સ્ટેશનના PSI એચ.વી ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ખુશી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાંતલપુર ખાતે પસાર થતા તમામ વાહનોને ફ્રીમાં રેડિયમ પ્લેટ સ્ટીકર લગાવવામાં આવ્યા.

ત્યારે વારંવાર થતા અકસ્માત ની ઘટના ને ટાળી શકાય તે હેતુથી આ સ્ટીકર લગાડવાથી અકસ્માત થી બચવામાં ઉપયોગી થાય છે. ભુજ રેન્જ આઇજી ની પહેલ ને લઈને વાહનચાલકોમાં ખુશી છવાઈ હતી.

બોર્ડર ના વિસ્તારોમાં રેડિયમ પ્લેટ લગાવવાની સગવડ ન હોઈ તેને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પોલીસની કામગીરી અને ટ્રસ્ટની કામગીરીથી લોકોમાં ખુશી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *