પાટણસિદ્ધપુર

Patan : ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ ત્રાટકી, શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

3/5 - (1 vote)

સિદ્ધપુર જી.આઇ.ડી.સી.માં ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટસ નામની ઘી ફેક્ટરીમાં ફૂડ વિભાગ અને પોલીસે બાતમી આધારે રેડ કરી રૂ.16,52 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સિઝ કર્યો છે. અને ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે. સિદ્ધપુરમાં ઘીની ફેક્ટરીમાં થયેલી રેડને પગલે પાટણ ઘી બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

સિદ્ધપુર જીઆઇડીસીમાં ડેરીવાલા ફાર્મ નામની ઘી બનાવવાની ફેક્ટરી આવેલી છે. તેમાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની સિદ્ધપુર પોલીસને બાતમી મળતાં પોલીસે પાટણ ફૂડ વિભાગને જાણ કરતાં સિદ્ધપુર પોલીસ અને પાટણ ફૂડ વિભાગના ડેઝિકનેટેડ ઓફિસર આર.આઈ.ગઢવી, અને ફૂડ સેફ્ટી ઓફિસર એચ.બી.ગુર્જર તેમજ યુ.એચ.રાવલે બાતમી આધારે ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ઘીની ફેક્ટરીમાં બુધવારે બપોરે 2:00ના અરસામાં રેડ કરતાં ઘીનો મોટો જથ્થો મળ્યો હતો. જેમાં લેબલ વગરના ઘી ભરેલાં ડબ્બા તેમજ જૈનમ બ્રાન્ડના ઘી ભરેલા ડબ્બા પણ મળી આવ્યા હતા. તેમાંથી ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના ચાર સેમ્પલ લીધા હતા.જે પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

ફેક્ટરીમાંથી રૂ.16,52,400નો શંકાસ્પદ ઘીનો જથ્થો સિઝ કર્યો હતો. જેમાં લેબલ વગરના 15 કિલો ઘીના 150 ડબ્બા, પાંચ કિલો ગાયના ઘીના જૈનમ બ્રાન્ડના 32 ડબ્બા, એક લીટર ઘીની જૈનમ બ્રાન્ડની 75 બરણી ભરેલા પાંચ બોક્સ અને લેબલ વગરની 15 કિલો ઘીની પ્લાસ્ટિકની બેગમાં પેક કરેલા 202 બોક્સનો જથ્થો ફૂડ વિભાગે સિઝ કર્યો હતો. આ ફેક્ટરીનું સંચાલન વડગામ તાલુકાના મેતા ગામના મંજૂર અહેમદગુલામહુસેન ભોરણીયા થઈ રહ્યું હતું. રાત્રે 9:45 સુધી તંત્રની કાર્યવાહી ચાલી રહી હતી. તેવું પાટણ ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *