ગુજરાત

અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈને સરકારનો નિર્ણય, યાત્રાળુઓને એસટી ભાડામાં મળશે 50% ની રાહત

Rate this post

Ambaji 51 Shaktipeeth Parikrama Mahotsav: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આસ્થા અને શ્રદ્ઘાના કેન્દ્ર અંબાજી ખાતે આગામી 12 થી 16 ફેબ્રુઆરી, 2023 દરમિયાન પાંચ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગુજરાતના નાગરિકો અંબાજી માતા, ગબ્બર તેમજ 51 શક્તિપીઠની પરિક્રમાના દર્શનનો લ્હાવો લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં અંબાજી દર્શન અંતર્ગત 12 વર્ષથી વધુ વયના તમામ યાત્રાળુઓને એસટી બસના ભાડામાં 50 ટકાની રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે 25 ટકા રકમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, 25 ટકા રકમ અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ-સ્થાનિક સહકારી સંસ્થા ભોગવશે. જ્યારે બાકીની 50 ટકા રકમ યાત્રાળુઓએ જાતે ચૂકવવાની રહેશે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તા. ૧૨/૦૨/૨૦૨૩ થી તા. ૧૬/૦૨/૨૦૨૩ દરમિયાન ગબ્બર, મુ.અંબાજી, તા.દાંતા, જિ.બનાસકાંઠા સ્થળે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાનાર છે. તા.૧૨/૦૨/૨૦૨૩ થી તા.૧૬/૦૨/૨૦૨૩ દરમિયાન શ્રી અંબાજી માતા, ગબ્બર તથા શ્રી ૫૧ શક્તિપીઠની પરિક્રમાના દર્શન કરવાના લહાવો ગુજરાતના નાગરીકો લઈ શકે તે હેતુથી અંબાજી દર્શન નું આયોજન કરવાની બાબત વિચારણા હેઠળ હતી. જેના અનુસંધાને ગુજરાત રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાઓમાંથી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આ પાંચેય દિવસો દરમિયાન અંબાજી દર્શન માટે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.

  • યાત્રાળુની ઉંમર ૧૨ વર્ષ અથવા વધુ હોઇ, તે આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
  • એસ.ટી. ની સુપર બસ ભાડા (નોન એ.સી.), તેની ૫૦% રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. જેમાં ૨૫% રકમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ૨૫″ રકમ અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ સ્થાનિક સહકારી સંસ્થા/પ્રાયોજકો ભોગવશે. જયારે બાકીની ૫૦% રકમ યાત્રાળુએ ભોગવવાની રહશે.
  • અંબાજી યાત્રાધામના ર૪ કલાક (૧ દિવસ) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવો.
  • યાત્રાળુએ આ યોજનાનો લાભ લેવા, યાત્રાળુ દિઠ આધારકાર્ડની ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે.
  • કયા જિલ્લાએ કેટલી બસ ફાળવવી એ સબંધિત જિલ્લાના કલેકટરશ્રીએ મુખ્ય પરિવહન અધિકારીશ્રી સાથે પરામર્શમાં રહી નકકી કરવાનું રહેશે.
  • બસ ઉપાડવાનો પોઇન્ટ, સ્થળ અને સમય તથા અંબાજીથી પરત આવવવાનો પોઇન્ટ, સ્થળ અને સમય સબંધિત જિલ્લા કલેકટરશ્રીએ વાહન વ્યવહારની કચેરી તથા કલેકટરશ્રી બનાસકાંઠાના પરામર્શમાં રહીને નકકી કરવાનો રહેશે.
  • આ સુધારેલ યોજના માત્ર તા. ૧૨/૦૨/૨૦૨૩ થી તા. ૧૬/૦૨/૨૦૨૩ દરમ્યાન જ અમલી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *