રાધનપુરના મોટી પીપળી પાસે ભયાનક અકસ્માત : અકસ્માતમાં 7 લોકોનાં મોત
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતાં રોડ પર ઊભેલી ટ્રક સાથે જીપ અથડાતાં એમાં સવાર સાત લોકોનાં મોત નીપજ્યા હતા, તો 11 લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં લોકોએ તેમજ પોલીસતંત્રએ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જીપમાં સવાર લોકો રાધનપુરથી વારાહી જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાધનપુર તાલુકાના વારાહી પાસે હાઈવે પર મોટી પીપળી ગામ પાસે એક જીપ પેસેન્જર ફરી જઈ રહી હતી, અચાનક તેનું ટાયર ફાટતા હાઈવે પર ઉભી રહેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, જીપમાં સવાર 7 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 11થી વધુ લોકો ગંભીર તથા સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને રાધનપુર તથા ધારપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સરકારી ભરતી – યોજનાઓ વિષે માહિતી મેળવવા અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો – સરકારી ભરતી – યોજનાઓ
- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
- પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ
- તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું પાટણ
- પાટણમાં 7 વર્ષની બાળકીને રિક્ષામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું
- માર્કેટયાર્ડમાંથી રૂ.10.26 લાખના મુદામાલ સાથે 9 જુગારીયા ઝડપાયા
રાધનપુર કચ્છ હાઈવ પર મોટી પીપળી ગામ પાસે એક જીપ રાજસ્થાનના મજૂરોને ભરી જઈ રહી હતી, તે સમયે અચાનક જીપનું ટાયર ફાટ્યું અને જીપ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પર ઉભી રહેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. જીપની સ્પીડ એટલી જબરદસ્ત હતી કે, જીપના આગળના ભાગના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અકસ્માતની જાણ પોલીસને થતા ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી જીપમાં સવાર પેસેન્જરોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી. આ અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 11થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને રાધનપુર તથા ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પાટણ પોલીસ અનુસાર, જીપનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા જીપ ટ્રકની પાછળ અથડાઈ જેમાં 6 લોકોના મોત થયા છે, મૃતકોમાં (1) પિનલ વણઝારા (2) કાજલબેન પરમાર (3) સમજુબેન ફુલવાદી (40 રાધાબેન પરમાર (5) અમ્રિતાબેન વણઝારા અને (6) દુદાભાઈ રાઠોડના નામનો સમાવેશ થાય છે.
જ્યારે ઈજાગ્રસ્ત લોકોમાં (1) યાસીન મલિક (2) રોશન મલિક (3) ભમરભાઈ વણઝારા (4) અંજલી વણઝારા (5) સીમા વણઝારા (6) મધુબેન ઠાકોર (7) બાબુભાઈ ઠાકોર (8) સરોજબેન ભીલ (9) ગાયત્રીબેન ભીલ (10) સીતાબેન ભીલ (11) ઝાકીર મલિકના નામની ઓળખ થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાધનપુર તથા ધારપુર હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા છે. મૃતકો તથા ઈજાગ્રસ્તોના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે, સાથે અકસ્માત કેવી રીતે સર્જાયો તે મામલે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.