પાટણમાં કોરોનામાં બંધ કરાયેલ પાટણથી મહેસાણા પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરાઈ
રેલ્વે વિભાગ દ્વારા 12 એપ્રિલથી ટ્રેન શરૂ કરાઈ…
પાટણથી મહેસાણા જવા માટે સવારે 8 વાગ્યા બાદ બપોર 2 વાગ્યા સુધી પેસેન્જર ટ્રેન એકમાત્ર સવારે 9:50 વાગે સ્પેશિયલ પેસેન્જર ટ્રેન દોડાવામાં આવતી હતી. પરંતુ કોરોના મહામારી દરમિયાન બે વર્ષ પૂર્વે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. આ ટ્રેન લાંબા સમયથી શરૂ કરવા માટે મુસાફરોની માગણી હોય રજૂઆતના આધારે રેલવે વિભાગ દ્વારા ફરી આ રૂટ ઉપર ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લઈ 12 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : – પાટણના વડુ ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા સર્જાયો અકસ્માત, એક મહિલાનું નિપજ્યું મોત
પાટણ શહેર થી મહેસાણા જવા માટે સવારે 6:00 વાગ્યાની એક ટ્રેન બાદ બપોરે 02:30 વાગે અને સાંજે ટ્રેન હોય છે સવારના સમયમાં એકપણ ટ્રેન ના હોય મુસાફરોને રેલવે મુસાફરી માટે મુશ્કેલી ભોગવવી પડી રહી હતી. 12 એપ્રિલથી રેલવે વિભાગ દ્વારા જૂની સ્પેશિયલ પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ ટ્રેન સવારે પાટણથી 9:50 નીકળી સંખારી, રણુજ , સેલાવી , ધીણોજ થઈ 10:40 મહેસાણા પહોંચશે. સવારના સમયની વધુ એક ટ્રેન શરૂ થતા અપડાઉન કરતા નોકરિયાત વર્ગ તેમજ મુસાફરી વર્ગ ને લાભ મળશે. તેવું રેલવે વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ.